ચોથા વનડેમાં ટીમ ઈન્ડિયા ફોમમાં

ગજેન્દ્ર પરમાર

સોમવાર, 25 ઑગસ્ટ 2008 (17:28 IST)
ભારત અને શ્રીલંકા વચ્ચે મંગળવારે ચોથી વન ડે ક્રિકેટ મેચ રમાશે છે. જેમાં ધોનીની ટીમ ખુબ ફોમમાં જણાઈ રહી છે. મંગળવારે બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. આ ડે-નાઈટ મેચ બપોરે 2.30 વાગે શરૂ થશે.

અત્યાર સુધીની બે મેચોમાં વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમ પાંચ એક દિવસીય મેચની સિરીઝ 2-1થી આગળ છે. તેમજ ચોથી વનડે મેચમાં વિજય મેળવી તે સિરિઝ પણ જીતી શકે છે.

ત્રીજી વનડે મેચમાં કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીની શાનદાર બેટીંગની સાથે ઝહીર ખાન અને મુનાફ પટેલની ઉમદા બોલિંગથી ભારતની જીત સરળ કરી દીધી હતી.

ધોનીએ બેટ્સમેનોને સમજાવી દીધા હતાં કે તેઓ મેંડિસની બોલિંગમાં મારધાળ બેટિંગ કરવી. તેના ખરાબ બોલમાં લાંબા શોટ મારવા. આ રણનીતિથી ભારત ચોથા વનડેમાં પણ રમવાની છે.

સિરીઝની છેલ્લી વન ડે મેચ પણ કોલંબોમાં જ 29 ઓગષ્ટે રમાશે.આ મેચ પણ ડે-નાઈટ રહેશે.

વેબદુનિયા પર વાંચો