આફ્રિકા સામે સારા પ્રદર્શનનો ભજ્જીને વિશ્વાસ

ભાષા

બુધવાર, 3 ફેબ્રુઆરી 2010 (10:37 IST)
ટીમ ઈંડિયાના સ્ટાર ઓફ સ્પિનર હરભજનસિંઘે કહ્યું હતું કે, ભારતીય ટીમ રાહુલ દ્રવિડ, યુવરાજ અને શ્રીસંથની ગેરહાજરીમાં આફ્રિકા સામે સારુ પ્રદર્શન કરવા સક્ષમ છે.

નાગપુર ટેસ્ટ પૂર્વે હરભજને જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્ત ત્રિપુટી ટીમમાં હોત તો વધુ સારુ રહેત. આમ છતાં ટીમ સારા દેખાવનો આત્મવિશ્વાસ ધરાવે છે. જે નવા ખેલાડી મળ્યાં છે તે ઘણ સારા છે. રણજી ટ્રોફીમાં તેમણે ઉમદા પ્રદર્શન કર્યું છે.

આફ્રિકાના સુકાની સ્મિથે ભારતને હરાવી નંબરવન બનવાની ગર્જના કરી છે. આ બરમાં ભજ્જીએ કહ્યું હતું કે, સમય જ જણાવશે કે, બાજી કોણ મારે છે. અમે દરેક હરીફ ટીમનું સન્માન કરીએ છીએ. એ સાચું કે, ટોચની બે ટીમ રમે ત્યારે રસાકસી રહે જ. તમારી સ્વીકારવું જ પડે કે, દ. આફ્રિકા એક મજબૂત ટીમ છે પણ જો અમે ક્ષમતા મુજબ રમશું તો કોઈ પણ ટીમને હરાવી શકીએ. પછી તે આફ્રિકા હોય કે, ઓસ્ટ્રેલિયા. આ જ અમારો મજબૂત પક્ષ છે.

વેબદુનિયા પર વાંચો