આઈપીએલ ટૂર્નામેંટની આજના દિવસની એકમાત્ર મેચમાં ધોનીના નેતૃત્વવાળી ચેન્નઈ સુપર કિંગ્સ એન મેક્કુલમના નેજા હેઠળની કોલકત્તા નાઈટરાઈડર્સ વચ્ચે જંગ ખેલાશે. આ મુકાબલો ભારતીય સમય અનુસાર રાત્રે આઠ વાગ્યે શરૂ થશે.
આઈપીએલની રેંકિંગમાં ચેન્નઈ સુપર કિંગ્સ 12 મેચમાં 15 પોઈંટ સાથે બીજા ક્રમે છે,જ્યારે કોલકત્તા નાઈટરાઈડર્સના 12 મેચોમાં માત્ર 3 જ પોઈંટ સાથે રેંકિંગમાં સૌથી છેલ્લો ક્રમ ધરાવે છે.