Womens T20 World Cup 2023 - આજે ભારતની સેમિફાઇનલ, ઓસ્ટ્રેલિયા સામે 4 નોકઆઉટ મેચ હારી છે ટીમ ઈંડિયા, જાણો સંભવિત પ્લેઈંગ 11
મહિલા T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં આજે ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. આ મેચ કેપટાઉનના ન્યુલેન્ડ્સ મેદાન પર સાંજે 6.30 વાગ્યાથી રમાશે. આ વર્લ્ડ કપમાં ભારતની સામે આ સૌથી મોટો પડકાર છે, કારણ કે ઓસ્ટ્રેલિયાએ એકંદર T20 અને ODI વર્લ્ડ કપની નોકઆઉટ મેચોમાં ટીમ ઈન્ડિયાને 4 વખત હરાવ્યું છે. અમે માત્ર એક જ મેચ જીતી શક્યા છીએ.
આ ટૂર્નામેન્ટમાં બંને વચ્ચે અત્યાર સુધી 5 મેચ રમાઈ છે. ઑસ્ટ્રેલિયા 3 માં અને ભારત 2 માં જીત્યું. આ પહેલા અગાઉની T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ પણ બંને ટીમો વચ્ચે રમાઈ હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ આપણને 85 રનથી હરાવ્યું હતું.
બંને ટીમોની પોસિબલ પ્લેઈંગ 11
ભારત: હરમનપ્રીત કૌર (c), શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (wk), પૂજા વસ્ત્રાકર, દીપ્તિ શર્મા, શિખા પાંડે/રાધા યાદવ, દેવિકા વૈદ્ય, રાજેશ્વરી ગાયકવાડ અને રેણુકા સિંહ.
ઓસ્ટ્રેલિયા: મેગ લેનિંગ (કેપ્ટન), એલિસા હીલી, બેથ મૂની, એલિસે પેરી, એશ્લે ગાર્ડનર, તાહલિયા મેકગ્રા, ગ્રેસ હેરિસ, એનાબેલ સધરલેન્ડ, એલાના કિંગ, મેઘન શટ, ડી'આર્સી બ્રાઉન.