રિંકુ સિંહે ફટકાર્યા 450થી વધુ રન, છતા પણ T20 સિરીઝમાં ન મળી તક, જાણો શા માટે તિલક વર્માની થઈ પસંદગી ?

શુક્રવાર, 7 જુલાઈ 2023 (16:57 IST)
થોડા દિવસો પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ અને વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. બંને ફોર્મેટમાં રિંકુ સિંહને  સ્થાન આપવામાં ન આવ્યું. ફેંસને આશા હતી કે T20માં રિંકુ સિંહનું સ્થાન પાક્કુ છે,  પરંતુ આવું ન થયું.  તાજેતરમાં આવેલી T20 શ્રેણીની ટીમમાં રિંકુ સિંહનું નામ નથી. તેથી ફેંસ  વિચારવા મજબૂર થઈ ગયા છે કે શા માટે રિંકુ સિંહને ટીમમાં સ્થાન આપવામાં ન આવ્યું.
 
રિંકુ સિંહની પસંદગી ન થવી વિચારવા મજબૂર કરે છે કે આવું કેમ?  ઉલ્લેખનીય છે કે પસંદગીકારોએ T20 શ્રેણી માટે 15 ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું હતું. જેમાં 7 બોલર, 6 બેટ્સમેન અને 2 ઓલરાઉન્ડરને સ્થાન આપવામાં આવ્યું છે. મિડલ ઓર્ડરમાં 4 થી 5 ખેલાડીઓ રમી રહ્યા છે. સૂર્યકુમાર યાદવ પણ બાકાત રહી શક્યા નથી. હાર્દિક પંડ્યા કેપ્ટન છે જ્યારે સંજુ સેમસન રિંકુ કરતા વધુ અનુભવી છે. બસ અહીં પસંદગીકારે નક્કી કરવાનું હતું કે રિંકુ કે તિલક?
 
રિંકૂ સિંહ અને તિલક વર્માની વચ્ચે સિલેક્ટર્સે તિલકને પ્રાયોરિટી પર રાખ્યો. તિલક વર્માએ આઈપીએલમાં આ વર્ષે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેમણે 11 મેચોમાં 160થી વધુના સ્ટ્રાઈક રેટથી 343 રન બનાવ્યા હતા. ઈંજરીને કારણે તેઓ મુંબઈ માટે વધુ મેચ રમી શક્યા નહોતા. 

 
 IPL 2023ના પ્રદર્શન પર નજર કરીએ તો રિંકુ સિંહ તિલક કરતા વધુ સારો દેખાવ કર્યો  છે. ટીમમાં જુનિયર હોવા છતાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રિંકુ સિંહે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેમણે 14 મેચમાં 474 રન બનાવ્યા હતા. જોકે તેમનો સ્ટ્રાઈક રેટ તિલક કરતા ઓછો હતો. કદાચ આ જ કારણ હોઈ શકે કે તિલક વર્માને રિંકુ સિંહથી ઉપર રાખવામાં આવ્યા. 

team india
 
ઈશાન કિશન (વિકેટ કિપર), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટ કિપર), હાર્દિક પંડ્યા (કપ્તાન), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, અવેશ ખાન અને મુકેશ કુમાર

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર