વિરાટ કોહલીની ટીમ પાસે ઓલ-ટાઇમ ગ્રેટ ટીમ બનવાની તક: સુનીલ ગાવસ્કર

ગુરુવાર, 18 માર્ચ 2021 (16:11 IST)
સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar) ને લાગે છે કે વિરાટ કોહલી (Virat Kohli) ની કપ્તાનીવાળી ભારતીય ટીમ પાસે સર્વકાલિન મહાન ભારતીય ટીમ (India Cricket Team) બનવાની તક રહેશે. ગાવસ્કર (Gavaskar) એ કહ્યુ કે જો ભારતીય ટીમ ઈગ્લેંડ  (India Tour of England) અને સાઉથ આફ્રિકામાં થનારી સીરીઝ જીતી લે છે તો તે ભારતની સર્વશ્રેષ્થ ટીમ રહેશે. પૂર્વ કપ્તાને સાઉથ આફ્રિકા  (South Africa) ને ભારત માટે સૌથી મોટો પડકાર બતાવ્યો કારણ કે આ દેશમાં ભારતે કોઈ શ્રેણી જીતી નથી. 
 
ભારતે તાજેતરમાં જ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ  (ICC World Test Championship) ના ફાઈનલમાં સ્થાન બનાવ્યુ છે.  અહી તેનો મુકાબલો ન્યુઝીલેંડ સાથે થવાનો છે. જો ભારત ન્યુઝીલેંડ (New Zealand) ને હરાવી દે છે તો તે વર્તમાન સમયમાં ટેસ્ટ ક્રિકેટની સર્વશ્રેષ્ઠ ટીમ હોવાનો રૂતબો હાસિલ કરી લેશે. 
 
ગાવસ્કર (Gavaskar) ના મુજબ આ ભારતીય ટીમમાં બેટ અને બોલ બંને દ્વારા મેચ વિનર હાજર છે અને આ જ વિશેષતા તેમને ભૂતકાળની ટીમોથી અલગ કરે છે. 
 
ગાવસ્કરે ટેલિગ્રાફ સાથેની વાતચીતમાં કહ્યું, 'એક જૂની કહેવત છે કે સુકાની અને કોચ એટલા જ સારા હોય છે જેટલી સારી તેમની ટીમ હોય છે અને આ વાત બિલકુલ સાચી છે. ભારતીય ટીમ પાસે બોલ અને બેટ બંને દ્વારા મેચ પલટનારા ખેલાડી છે.  આવો ભૂતકાળ ખૂબ ઓછી ભારતીય ટીમો સાથે રહ્યો છે. તેમની પાસે મોટી તક છે કે  તે ઈગ્લેંડ અને ખાસ કરીને સાઉથ આફ્રિકામાં જીત મેળવીને સર્વકાલિક મહાન ભારતીય ટીમ હોવાનુ સન્માન પ્રાપ્ત કરે. 
 
પૂર્વ ઓપનિંગ બેટ્સમેને કહ્યુ કે તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયામાં જીત મેળવ્યા પછી ભારતીય ટીમે  SENA દેશોમાં ફક્ત સાઉથ આફ્રિકા જ બાકી છે જયા તેણે જીત નથી મેળવી. ભારત હાલ ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન ટીમ છે. ઓસ્ટ્રેલિયા પછી ઈગ્લેંડને હરાવીને તેણે આ મુકામ મેળવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર