વિરાટ કોહલી બિઝનેસમાં પણ નસીબ અજમાવશે, જીમ માટે 90 કરોડનુ રોકાણ !!

મંગળવાર, 21 એપ્રિલ 2015 (12:15 IST)
ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી હવે ક્રિકેટથી અલગ બિઝનેસમાં પણ નસીબ અજમાવશે. અંગ્રેજી છાપુ ટાઈમ્સ ઓફ ઈંડિયામાં છપાયેલ સમાચાર મુજબ વિરાટ કોહલી ફિટનેસ જીમ ખોલવાના છે. જેમા તેઓ 90 કરોડ રૂપિયા રોકાણ કરશે. આ વેપારમાં તેમના પાર્ટનર સત્યા સિન્હાએ જણાવ્યુ કે ત્રણ વર્ષમાં 75 કેન્દ્રમાં કુલ 190 કરોડ રૂપિયાની જોઈએ. જીમ સંચાલન બ્રાંડ નેમ ચિસેલ સાથે કરવામાં આવશે. આ જીમના સહ માલિક વિરાટ, ચિસેલ ફિટનેસ અને સીએસઈ રહેશે. આ કંપની વિરાટ કોહલીના પ્રબંધક જુએ છે. 
 
સત્યા સિન્હાએ જણાવ્યુ કે અમે અનેક સાઈઝના જીમ ખોલીશુ. જ્યા અનેક પ્રકારની સુવિદ્યાઓ ગ્રાહકોને આપવામાં આવશે. અમે એ કોશિશ કરી રહ્યા છે કે આંતરરાષ્ટ્રીય સ્તરની રમતના પ્રશિક્ષક અમારા જીમ સાથે જોડાય. 
 
વિરાટ કોહલીનુ આ જીમ જલ્દી જ ખુલવાનુ છે. જીમ ઉપરાંત ફિટનેસ વિયરની શરૂઆત પણ કરવાની છે. હવે જોવાનુ એ છે કે ક્રિકેટના મેદાનના આ હીરો બિઝનેસની દુનિયામાં કેટલા સફળ થઈ શકે છે. 
 

વેબદુનિયા પર વાંચો