થોડા દિવસો પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. જેમા એક માતા પોતાની બાળકીને ખૂબ જ નિર્દયતાથી ભણાવી રહી છે. બાળકી માતા સામે હાથ જોડે છે અને રડતાં-રડતાં બોલે છે કે પ્લીઝ પ્રેમથી... પણ માતા એટલી જ નિર્દયતાથી તેને ફટકારીને ભણાવે છે. આ વીડિયોમાં કથિત એક મા પોતાની નાનકડી પુત્રીને થપ્પડ મારીને ગણતરી શિખવાડી રહી છે. જ્યારે કે માસૂમ બાળકી તેને કહી રહી છે કે પ્રેમથી વાત કરો મા. આ વીડિયોને અનેક મોટી હસ્તિયોએ પણ શેયર કરીને કમેંટ કરી છે. જેને લઈને શહેરમાં પણ એક જુદી ચર્ચા છેડાય છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં કેટલાક લોકો મારીને બાળકોને ભણાવવા યોગ્ય માની રહી છે તો કેટલાક તેને ખોટો માની રહ્યા છે. આ વીડિયોને વિરાટ કોહલીએ શેયર કરી કમેંટ કરી બાળકો સાથે થઈ રહેલ આ પ્રકારના વ્યવ્હારને ખોટો બતાવ્યો છે. વિરાટ કોહલીએ શેયર કર્યા પછી આ વીડિયોને 16 લાખ વાર જોવામાં આવ્યો છે. દરેક બાજુથી આ વીડિયોને લઈને ચર્ચા થઈ રહી છે. તેમા કમેંટ કરનારાઓની સંખ્યા પણ લાખોમાં છે. આ વીડિયોને શિખર ધવને પણ શેયર કર્યો અને વીરેન્દ્ર સહેવાગે પણ આ રીતે બાળક્ને મારવાને ખોટુ બતાવ્યુ છે.