Jyotirlinga Temple: ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલ અનુભવી ઝડપી બોલર ઉમેશ યાદવનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા તે મઘ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં આવેલા શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં પૂજા પાઠ કરતા જોવા મળી રહ્યા છે વાયરલ થઈ રહેલ વીડિયોમાં જોઈ શકાય છે કે તે ભસ્મ આરતીમાં સામેલ છે અને ભક્તિભાવમાં લીન છે.
ANI ના એક વીડિયોને શેયર કરતા તેમના ફેંસમાંથી @CricCrazyDeepak નામના ફેંસે લખ્યુ છે, ભારતીય ક્રિકેટર ઉમેશ યાદવે શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં દિવ્ય ભસ્મ આરતીમાં પૂજા-અર્ચના કરી અને પવિત્ર મંદિરમાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
ઉમેશ યાદવ ભારતીય ટીમમાં પાછા ફરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે
૩૭ વર્ષીય ઉમેશ યાદવ હાલમાં ભારતીય ટીમમાં પાછા ફરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તે છેલ્લે નવેમ્બર ૨૦૨૪ માં ટીમ સાથે જોવા મળ્યો હતો. ત્યારથી તે સતત બહાર રહ્યો છે.
ઉમેશ યાદવનુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર
આ સમાચાર લખાય ત્યાં સુધી, ઉમેશ યાદવે દેશ માટે 57 ટેસ્ટ, 75 વનડે અને નવ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન, તેણે ટેસ્ટની 112 ઇનિંગ્સમાં 30.95 ની સરેરાશથી 170 વિકેટ, વનડેની 73 ઇનિંગ્સમાં 33.63 ની સરેરાશથી 106 વિકેટ અને ટી20 ની નવ ઇનિંગ્સમાં 23.33 ની સરેરાશથી 12 વિકેટ મેળવી છે.
જો ઉમેશ યાદવના બેટિંગ પ્રદર્શનની વાત કરીએ તો, તેણે 68 ટેસ્ટ ઇનિંગ્સમાં 11.21 ની સરેરાશથી 460 રન, 24 ODI ઇનિંગ્સમાં 7.90 ની સરેરાશથી 79 રન અને બે T20 ઇનિંગ્સમાં 22.00 ની સરેરાશથી 22 રન બનાવ્યા છે.