PCB એ ઉમર અકમલને કર્યો સસ્પેડ, PSLમાં પણ નહી રમી શકે

ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2020 (11:59 IST)
પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ ગુરૂવારે એંટી કરપ્શન કોડના અનુચ્છેદ 4.7.1 ના હેઠળ વિકેટ કિપર બેટ્સમેન ઉમર અકમલને તત્કાલ પ્રભાવથી સસ્પેંડ કરી દીધો છે. આ નિર્ણય ત્યારે આવ્યો છે જ્યારે ઉમર અકમલ લાહોરમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમા ફિટનેસ પરીક્ષણ દરમિયાન એક ટ્રેનર પર કથિત રૂપે અભદ્ર ટિપ્પણી કરવા છતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના પ્રતિબંધથી બચી ગયો હતો. 
 
આ સસ્પેંડ પછી હવે ઉમર અકમલ પીસીબીની ભ્રષ્ટાચાર રોધી એકમ દ્વારા કરવામાં આવી રહેલ તપાસને લાંબી ખેચનારીટે કોઈપણ ક્રિકેટ સાથે સંબંધિત ગતિવિધિમાં ભાગ નહી લઈ શકે. બીજી બાજુ પાકિસ્તાની ટી 20 લીગ પાકિસ્તાન સુપર લીગની ટીમ ક્વેટા ગ્લૈડિએટર્સને અકમલના બદલે નવો ખેલાડી શોધવા માટે કહેવામાં આવ્યુ છે. 
 
ઉમર અકમલ પર પહેલાથી જ ફિક્સિંગનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેની તપાસ ચાલુ છે.  જેના પર પીસીબીએ કોઈ ટિપ્પણી ન કરવાનો નિર્ણય કર્યો છે.  આજ (20 ફેબ્રુઆરી)ની રાત્રે 9 વાગ્યાથી કરાંચીના રાષ્ટ્રીય સ્ટેડિયમમાં ક્વેટા ગ્લૈડિએટર્સ અને ઈસ્લામાબાદ યુનાઈટેડની ટીમ વચ્ચે પાકિસ્તાન સુપર લીગની પ્રથમ મેચ રમાવાની છે.  આ પહેલા ક્વેટાની ટેમને બોર્ડએ ઝટકો આપી દીધો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર