હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં આ ખેલાડીનાં કરિયરનો લગભગ આવ્યો અંત ! ન્યુઝીલેન્ડ સામેની ટી20 ટીમમાંથી બહાર

શનિવાર, 14 જાન્યુઆરી 2023 (15:01 IST)
IND vs NZ:ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી માટે શુક્રવારે રાત્રે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ ટીમમાં ઘણા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. BCCIના કડક નિર્ણય બાદ કેટલાક ખેલાડીઓને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ ટીમમાં કેટલાક નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. BCCIની આ કાર્યવાહી બાદ એક એવો ખેલાડી છે જેનું  કરિયર લગભગ ખતમ થઈ ગયુ  છે. આ ખેલાડી વર્ષ 2022માં રમાયેલા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. બીસીસીઆઈએ આ ખેલાડીને ઘણી તકો આપી, પરંતુ આ ખેલાડીએ તમામ તકો ગુમાવી દીધી. હવે ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા આ ખેલાડીને ટીમ ઈન્ડિયામાંથી સંપૂર્ણપણે બહાર કરી દેવામાં આવ્યો છે.
 
કોણ છે તે ખેલાડી 
 
27 જાન્યુઆરીથી રમાનારી ન્યુઝીલેન્ડ સામેની ટી-20 સીરીઝમાંથી પડતો આ ખેલાડી અન્ય કોઈ નહીં પણ હર્ષલ પટેલ છે. IPLમાં પોતાના પ્રદર્શનના આધારે ટીમ ઈન્ડિયામાં સ્થાન બનાવનાર હર્ષલ પટેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું.  T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાનો હિસ્સો રહેલા હર્ષલ પટેલને હવે ઘણી વખત ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. જોકે હર્ષલને વર્લ્ડ કપમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. હર્ષલ હાલમાં જ શ્રીલંકા સામે રમાયેલી ટી20 સીરીઝમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. જ્યાં તેની ખરાબ બોલિંગને કારણે ભારત લગભગ એક મેચ હારી ગયું હતું, પરંતુ અંતે કોઈક રીતે ભારતે તે મેચ જીતી લીધી હતી. T20માં હર્ષલના આંકડાઓ પર એક નજર કરીએ તો, તેણે 25 મેચોમાં 26.55ની એવરેજ અને 9.18ની ઈકોનોમી સાથે માત્ર 29 વિકેટ લીધી છે. ખરાબ પ્રદર્શન જોઈને આખરે બીસીસીઆઈએ તેને પડતો મુક્યો હતો.
 
રોહિત-વિરાટ પણ ટીમની બહાર
 
રોહિત શર્મા અને વિરાટ કોહલીને પણ ન્યુઝીલેન્ડ સામેની ટી-20 સીરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. જો કે આ બંને ખેલાડીઓને વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિરીઝ માટે હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિકની કપ્તાનીમાં ભારતે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. ભારત આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ માટે અલગ પ્લાન સાથે આગળ વધી રહ્યું છે. નવી ભારતીય ટીમ હાર્દિકની કેપ્ટનશીપમાં બની રહી છે. હાલ આ ટીમમાંથી હર્ષલ પટેલને પડતો મૂકવામાં આવ્યો છે.
 
ન્યુઝીલેન્ડ સામે ટી20 ટીમ
 
હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન (વિકેટ કીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ શર્મા (વિકેટ કીપર), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ. , અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, પૃથ્વી શો અને મુકેશ કુમાર.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર