T 20 WC - ટી-20 વર્લ્ડકપમાં ઓપનિંગ જોડીને લઇ કોહલીનો મોટો નિર્ણય

મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (15:27 IST)
18 ઓક્ટોબરે વૉર્મ અપ મેચ પહેલા કોહલીએ ખુદ આ વાતને લઇને સ્પષ્ટતા કરી છે. કોહલીએ કહ્યું કે હું ઓપનિંગમાં નથી ઉતરવાનો અને ઇશાન કિશન પણ ઓપનિંગમાં રોહિતની સાથે નહીં દેખાય.
 
સોમવારે ઇંગ્લેન્ડ સામેની વૉર્મ અપ મેચ પહેલા કોહલીએ ખુદ આ વાતને લઇને સ્પષ્ટતા કરી છે. કોહલીએ કહ્યું કે હું ઓપનિંગમાં નથી ઉતરવાનો અને ઇશાન કિશન પણ ઓપનિંગમાં રોહિતની સાથે નહીં દેખાય. 
 
18 ઓક્ટોબરે રમાઈ રહેલી વોર્મઅપ મેચ દરમિયાન વિરાટ કોહલીએ ઈન્ડિયન ટીમની ઓપનિંગ જોડી અંગે ઘટસ્ફોટ કર્યો હતો. કેપ્ટન કોહલીએ ટોસ દરમિયાન કહ્યું હતું કે રોહિત સાથે રાહુલની જોડી ઇંગ્લેન્ડ ટૂરથી સેટ થઈ ગઈ હોવાથી ટીમ માટે આ કોમ્બિનેશન ફાયદાકારક રહેશે. આ મેચમાં ઈન્ડિયાએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ઈશાન કિશનથી લઈને રાહુલ ચાહરને પણ મેચ રમવાની તક મળી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર