એક વેબસાઈટ સાથે વાતચીત દરમિયાન ગાવસ્કરે કહ્યુ, જ્યા સુ ધી મને જાણ છે કે વિરાટ કોહલી વર્લ્ડ કપ સુધી જ કપ્તાન હતા. ત્યારબાદ તેમના ભવિષ્ય પર નિર્ણય થવાનો હતો. તેમને એક કપ્તાનના રૂપમાં કાયમ રાખવા માટે પસંદગીકરોએ એક બેઠ્ક બોલાવવી જોઈતી હતી. ભલે એ બેઠક 5 મિનિટની જ કેમ ન હોય અને તેમા જ વિરાટનો નિર્ણય થઈ જતો.