ટી20 વિશ્વકપ - ભારત-પાક મેચમાં આતંકી હુમલાની ધમકી પછી સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા

ગુરુવાર, 30 મે 2024 (14:19 IST)
T20 વર્લ્ડ કપ 2024ની યજમાની વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા કરવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટ 1 જૂનથી શરૂ થશે જે 20 ટીમો વચ્ચે રમાશે. પરંતુ આ ટૂર્નામેન્ટ પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે. તાજેતરમાં ટૂર્નામેન્ટ દરમિયાન કેરેબિયન દેશોમાં આતંકવાદી હુમલાની ધમકીઓ મળી હતી. પરંતુ હવે આ ખતરો ભારત-પાકિસ્તાન મેચ પર પણ મંડરાઈ રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
 
ભારતીય ટીમ એક જૂનના રોજ અહી બાંગ્લાદેશના વિરુદ્ધ અભ્યાસ મેચ પણ રમશે. ન્યૂયોર્કની ગવર્નર કેથીએ કહ્યુ કે તેમણે રાજ્ય પોલીસના દર્શકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા વ્યવસ્થા વધારવાનો આદેશ આપ્યો છે.  કૈથીએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યુ વિશ્વ કપની તૈયારીમાં મારી ટીમ સંઘીય અને સ્થાનીક કાયદાના પ્રવર્તન એજંસીઓ સાથે મળીને કામ કરી રહી છે.. જેનાથી ઉપસ્થિત લોકોને સુરક્ષિત રાખી શકાય.  જો કે આ સમયે કોઈ વિશ્વસનીય ખતરો નથી.  મે ન્યૂયોર્ક પોલીસને સુરક્ષા વ્યવસ્થા વધારવાનો આદેશ આપ્યો છે અને અમે નજર રાખી રહ્યા છે. 
 
IND vs PAK મેચ પર આતંકી હુમલાનો ખતરો 
ટી20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારા મેચને આતંકવાદી ધમકી મળ્યા પછી સુરક્ષા વધરી દેવામાં આવી છે.  ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ESPNcricinfoના અહેવાલ મુજબ, ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે કહ્યું કે તેમણે રાજ્ય પોલીસને સુરક્ષા વ્યવસ્થા વધારવાનો નિર્દેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે ISISએ તાજેતરમાં બ્રિટિશ ચેટ સાઇટ પર ક્રિકેટ સ્ટેડિયમની તસવીર પોસ્ટ કરી હતી. પોસ્ટનો સ્ક્રીનશોટ, જેના પર ભારત-પાકિસ્તાન મેચની તારીખ 9/06/2024 લખેલી હતી અને ઉપર ઉડતા ડ્રોન, NBC ન્યૂયોર્ક ટીવી દ્વારા એક સમાચાર અહેવાલ પર પ્રસારિત કરવામાં આવ્યા હતા, જેના પગલે નાસાઉ કાઉન્ટીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
 
ન્યૂયોર્કની ગવર્નર કૈથી હોચુલે કરી આ વાત 
ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે કહ્યું છે કે અધિકારીઓએ આ મેચોનું સુરક્ષિત આયોજન સુનિશ્ચિત કરવા માટે મહિનાઓ સુધી કામ કર્યું છે. મેં ન્યુ યોર્ક સ્ટેટ પોલીસને કાયદાના અમલીકરણની હાજરીમાં વધારો, ઉન્નત દેખરેખ અને સઘન સ્ક્રીનીંગ પ્રક્રિયાઓ સહિત ઉન્નત સુરક્ષા પગલાંમાં જોડાવવા માટે પણ નિર્દેશ આપ્યો છે. જાહેર સલામતી મારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અમે એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે ક્રિકેટ વર્લ્ડ કપ સલામત, આનંદપ્રદ અનુભવ હોય.
 
ટીમ ઈંડિયાની મેચોનો શેડ્યૂલ 
ભારત વિ આયર્લેન્ડ, 5 જૂન, ન્યુયોર્ક, રાત્રે 8.00 કલાકે
 
ભારત વિ પાકિસ્તાન, 9 જૂન, ન્યુયોર્ક, રાત્રે 8.00 કલાકે
ભારત વિ અમેરિકા, 12 જૂન, ન્યુયોર્ક, રાત્રે 8.00 કલાકે
ભારત વિ કેનેડા, 15 જૂન, લોડરહિલ, રાત્રે 8.00 કલાકે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર