Rohit sharma - ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર શ્રેણીની ચોથી ટેસ્ટ મેલબોર્નમાં ચાલુ છે. કાંગારૂ ટીમે ભારતને 340 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમને તેના કપ્તાન રોહિત શર્મા પાસેથી ઘણી અપેક્ષાઓ હતી કે તે તેના ખરાબ ફોર્મને ભૂલીને ઓસ્ટ્રેલિયા સામે શાનદાર ઇનિંગ રમશે, પરંતુ તેમ થઈ શક્યું નહીં. સમગ્ર શ્રેણીમાં રન માટે સંઘર્ષ કરી રહેલો રોહિત આ વખતે પણ માત્ર નવ રન બનાવીને સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો.