યશસ્વી જયસ્વાલ અને આકાશદીપની વિવાદાસ્પદ વિકેટ
ટીમ ઈન્ડિયાની જવાબદારી યશસ્વી જયસ્વાલ અને નીતિશ રેડ્ડી પર હતી. પણ આજે નસીબ ફરી યશસ્વીને સાથ ન આપ્યો. તે કમનસીબે પ્રથમ દાવમાં રનઆઉટ થયો હતો અને અમ્પાયરના ખરાબ નિર્ણયે તેને બીજી ઇનિંગમાં આઉટ જાહેર કર્યો હતો. જયસ્વાલ 208 બોલમાં 84 રન બનાવીને આઉટ થયો હતો. પ્રથમ દાવના સદી કરનાર નીતિશ રેડ્ડી પાસેથી અપેક્ષાઓ હતી, પરંતુ તે આજનું દબાણ સહન કરી શક્યો નહીં અને સ્લિપમાં કેચ આઉટ થયો. રેડ્ડી માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. ભારતે 140 રનના સ્કોર પર નીતિશની સાતમી વિકેટ ગુમાવી હતી. પરંતુ આજના અમ્પાયરિંગે ટીમ ઈન્ડિયાને ઘણી નિરાશ કરી. આકાશદીપને પણ ખોટી રીતે આઉટ આપવામાં આવ્યો હતો. બોલ તેના બેટને અડ્યા વિના પેડ પરથી ઉછળીને ફિલ્ડર ટ્રેવિસ હેડ પાસે ગયો અને કાંગારૂ ફિલ્ડરોની અપીલને કારણે દબાણ હેઠળ અમ્પાયરે તેને આઉટ આપ્યો. ભારત પાસે ડીઆરએસ પણ બાકી નથી. આકાશદીપ 7 રન બનાવીને 8મી વિકેટ તરીકે આઉટ થયો હતો.