પાકિસ્તાનનુ મોટુ એલાન, બાબર આઝમ અને નસીમ શાહનુ લાંબા સમય પછી T20 ટીમમા કમબેક
ગુરુવાર, 23 ઑક્ટોબર 2025 (13:39 IST)
Pakistan Cricket Team Announced: સાઉથ આફ્રિકાની ટીમ આ સમયે પાકિસ્તાનમાં છે અને 2 મેચોની ટેસ્ટ શ્રેણી 1-1 થી બરાબર કરવામાં સફળ રહી. બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 8 વિકેટથી જીત નોંધાવી. આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની તરફથી મોટુ એલાન કરવામાં આવ્યુ છે. PCB એ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ODI અને T20 શ્રેણી માટે પાકિસ્તાનની ટીમની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ T20 ટ્રાઈ સીરિઝ માટે પણ ટીમની જાહેરાત કરવામાં આવી છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે દક્ષિણ આફ્રિકા સામેની ઘરઆંગણે રમાનારી T20I શ્રેણી અને શ્રીલંકા અને ઝિમ્બાબ્વે સાથે રમાનારી T20I ત્રિકોણીય શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. સૌથી મોટા સમાચાર બાબર આઝમ અને નસીમ શાહનું ટીમમાં પુનરાગમન છે. બંને ખેલાડીઓને એશિયા કપ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમની વાપસી આગામી T20 વર્લ્ડ કપ 2026 માટે પસંદગીની શક્યતાઓને મજબૂત બનાવે છે.
ફખર જમાન રિઝર્વ માં સામેલ
T20 અબ્દુલ સમદને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે ઉસ્માન તારિક ટીમનો એકમાત્ર અનકેપ્ડ ખેલાડી હશે. ત્રણ મેચની T20 શ્રેણી 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન રાવલપિંડી અને લાહોરમાં રમાશે. ત્યારબાદ પાકિસ્તાન 17 થી 29 નવેમ્બર દરમિયાન શ્રીલંકા અને ઝિમ્બાબ્વે સામે T20I ત્રિકોણીય શ્રેણી રમશે. રસપ્રદ વાત એ છે કે, અનુભવી બેટ્સમેન ફખર ઝમાન અને ઝડપી બોલર હેરિસ રૌફને આ વખતે ફક્ત રિઝર્વમાં સામેલ કરવામાં આવ્યા છે.
શાહીન કરશે ODI ટીમની કપ્તાની
T20 શ્રેણી પછી, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા 4 થી 8 નવેમ્બર દરમિયાન ફૈસલાબાદમાં ત્રણ મેચની ODI શ્રેણી રમશે. ત્યારબાદ પાકિસ્તાન 11 થી 15 નવેમ્બર દરમિયાન રાવલપિંડીમાં શ્રીલંકા સામે બીજી ODI શ્રેણી રમશે. ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદીને ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ફૈઝલ અકરમ, હેરિસ રૌફ અને વિકેટકીપર-બેટ્સમેન હસીબુલ્લાહ 16 સભ્યોની ટીમમાં પાછા ફર્યા છે.
Pakistan's white-ball squads announced
King Babar Azam and Naseem Shah are back in Pakistans T20I squad.
ODIs South Africa & Sri Lanka
T20Is South Africa and tri-series featuring Sri Lanka & Zimbabwe#PAKvSA | #PAKvSL | #PAKvZIM | #BackTheBoysInGreenpic.twitter.com/jD5lWxFOIZ