IPL 2024 હાર્યા, તો શુ હવે લગ્ન પણ તૂટશે ? Hardik Pandya પાસેથી છુટાછેડા લેવાની તૈયારીમાં Natasa Stankovic?

ગુરુવાર, 23 મે 2024 (18:42 IST)
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉંડર હાર્દિક પંડ્યા આઈપીએલ 2024માં મુંબઈ ઈંડિયંસની કપ્તાની કરી રહ્યા હતા. મુંબઈની ટીમ આઈપીએલમાંથી બહાર થનારી સૌથી પહેલી ટીમ બની હતી અને ત્યારબાદ હાર્દિકની કપ્તાની પર અનેક સવાલ ઉભા કરવામાં આવ્યા હતા. બીજી બાજુ આઈપીએલ 2024માં હાર અને હવે તેમની પર્સનલ લાઈફને લઈને અનેક સમાચાર ચાલી રહ્યા છે. અનેક મીડિયા રિપોર્ટ્સ મુજબ  હાર્દિક અને નતાશા  સ્ટેનકોવિક એક બીજાથી અલગ થઈ રહ્યા છે જેનો સંકેત નતાશાએ પોતે આપ્યો છે. 
 
મીડિયા રિપોર્ટ્સ મુજબ હાર્દિક પંડ્યા અને પત્ની નતાશા સ્ટેનકોવિક વચ્ચે રિલેશન ઠીક નથી ચાલી રહ્યા અને અનુમાન લગાવાય રહ્યુ છે કે બંને એકબીજાથી જુદા થઈ શકે છે.  રેડિટ પર કોઈએ મંગળવારે એક પોસ્ટ કરી હતી જેમા લખ્યુ હતુ કે આ ફક્ત અનુમાન લગાવાય રહ્યુ છે કે હાર્દિક નતાશા એક બીજાથી અલગ થઈ રહ્યા છે. જોકે હાર્દિક અને નતાશા થવાના સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. 
 
નતાશાએ આ રીતે આપ્યો સંકેત 
 
સર્બિયાઈ મોડલ અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકે સોશિયલ મીડિયાના ઈસ્ટાગ્રામમાંથી હાર્દિક પડ્યાનુ સરનેમ હટાવી લીધુ છે. નતાશા પહેલા પડ્યા સરનેમ લગાવતી હતી પણ હવે તેને હટાવી દીધુ છે. આ ઉપરાંત હાર્દિક સાથે અનેક ફોટો પણ ડિલીટ કરી નાખ્યા છે અને અનેક દિવસોથી એકબીજા સાથે ફોટો પણ પોસ્ટ કરી નથી એટલુ જ નહી હાર્દિકે પણ નતાશાને તેના બર્થડે પર શુ વિશ પણ કર્યુ નથી. નતાશાનો બર્થડે 4 માર્ચના રોજ હોય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર