દક્ષિણ આફ્રિકાની રમતના 43મી ઓવરમાં જ્યારે કપ્તાન વિરાટ કોહલીએ જસપ્રીત બુમરાહને બોલિંગ આપી તો એ સમયે કોહલી ધોની પાસે સ્લિપમાં ઉભા હતા. ત્યારે ધોનીએ કોહલીને ભુવનેશ્વરને બોલ આપવા કહ્યુ, ત્યારબાદ અંતિમ સમયે ભુવી બોલિંગ કરવા આવ્યા અને ધોનીનો નિર્ણય એકદમ યોગ્ય સાબિત થયો. ભુવનેશ્વરે એ ઓવરમાં સતત બે બોલ પર બે વિકેટ લીધી અને આફ્રિકાને ઓછા સ્કોર પર જ રોકવામાં સફળ થયા.
ભારતીય ટીમે રોમાંચક મુકાબલામાં દક્ષિણ આફ્રિકાને હરાવીને સેમીફાઈનલમાં પોતાનુ સ્થાન પાકુ કરી લીધુ છે. સાઉથ આફ્રિકાએ ટીમ ઈંડિયાને જીત માટે 192 રનનુ લક્ષ્ય આપ્યુ હતુ. જેના જવાબમાં ટારગેટનો પીછો કરતા ભારતે 38 ઓવરમાં જ 193 રન બનાવી લીધા અને આ મેચ 8 વિકેટથી પોતાના નામે કરી લીધી. ટીમ ઈંડિયા માટે વિરાટ કોહલીએ શાનદાર 76 રન અને શિખર ધવને 78 રન બનાવ્યા.