ભારત-ઓસ્ટ્રેલિયા બીજા ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાઈ બોલરોએ એક વાર ફરીથી આતંક મચાવતા ભારતીય ટીમને 274 રનના સ્કોર પર ઓલ આઉટ કરી નાખ્યા. જ્યારપછી હવે ઓસ્ટ્રેલિયાઈ ટીમને ટેસ્ટ જીતવા માટે કુલ 188 રનની જરૂર છે. બીજા દિવસે પિચમાં આજે સવારે થયેલ હરકત પછી ઓસ્ટ્રેલિયાઈ ટીમ માટે પણ આ ટેસ્ટ જીતવી સહેલી નથી રહેવાની. ચોથા દિવસના રમતની શરૂઆતમાં ચેતેશ્વર પુંજારા અને અજિંક્ય રહાણે મેદાન પર ઉતર્યા અને દાવને આગળ વધાર્યો. ટીમ ઈંડિયાએ આજે ગઈકાલના સ્કોર 213 રનમાં કુલ 61 રન જોડ્યા.
સતત બે બોલ પર બે વિકેટ ગુમાવ્યા પછી ટીમ ઈંડિયાએ પોતાની સાતમી અને આઠમી વિકેટ ગુમાવવામાં પણ મોડુ ન કર્યુ અને ચેતેશ્વર પુજારા પણ હેઝલવુડની બોલ પર 92 રન બનાવીને પેવેલિયન ભેગા થયા. પુજારા પોતાની સદીથી માત્ર 8 રન ચૂક્યા. પૂજારા પછી અશ્વિન, હેઝલવુડનો પાંચમો શિકાર બન્યા. જ્યારે કે ઉમેશ યાદવ પણ 1 રનનુ મામુલી યોગદાન આપીને હેઝલવુડના ખાતાનો છઠ્ઠો શિકાર બન્યા.