IPL સિઝન 10 - કિંગ્સ ઈલેવન પંજાબ પુણે સુપરજાયંટને 6 વિકેટથી હરાવ્યું

શનિવાર, 8 એપ્રિલ 2017 (21:12 IST)
ઈંદોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL સિઝન 10ની ચોથી મેચમાં પુણે જાયન્ટ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મુકાબલો યોજાયો હતો. જેમાં કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબે પુણે સુપરજાયંટને 6 વિકેટથી હરાવ્યું છે. પંજાબે છ બોલ બાકી રહેતા 164 રનનો લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો હતો. કેપ્ટન મેક્સવેલે 44 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. અમલાએ 28 રન અને મિલરે 30 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.
 
પુણે તરફથી સ્ટોક્સે 50 રન, મનોજ તિવારીએ 39 રન બનાવ્યા હતા. રહાણે 19, સ્મિથ 26 અને ધોની 5 રન બનાવી આઉટ થયા હતા.  અગ્રવાલ શૂન્ય રને આઉટ થયો હતો.
 
164 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કિંગ્સ ઈલેવન પંજાબની શરુઆત ઠીકઠાક રહી હતી. એક સમયે 85 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન ગ્લેન મેક્સવેલ અને ડેવિડ મિલરે વધુ નુકસાન થવા દીધું ન હતું અને ટીમને જીત સુધી પહોંચાડી હતી. કેપ્ટન ગ્લેન મેક્સવેલ 44 જ્યારે ડેવિડ મિલર 30 રન બનાવી નોટઆઉટ રહ્યા હતા. અને પંજાબે 6 વિકેટે મેચ જીતી ટુર્નામેન્ટમાં જીત સાથે શરુઆત કરી છે.
 
આ અગાઉ પંજાબે ટોસ જીત્યો હતો. કેપ્ટન મેક્સવેલે પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. પુણે પોતાની પ્રથમ મેચમાં કેપ્ટન સ્મિથની શાનદાર ઇનિંગની મદદથી વિજય મેળવ્યો હતો. આ સીઝનમાં મેક્સવેલ આઈપીએલમાં પ્રથમ વાર કેપ્ટનશીપ કરી રહ્યો છે ત્યારે તેના પર સૌની નજર રહેશે

વેબદુનિયા પર વાંચો