IND vs WI; 4th ODI : ભારતની વિન્ડિઝ પર મોટી જીત, સીરિઝમા 2-1 થી બઢત મેળવી

સોમવાર, 29 ઑક્ટોબર 2018 (22:29 IST)
ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે ચોથી વનડે બ્રેબોર્ન સ્ટેડિયમ મુંબઇમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ 224 રનથી મેળવી છે. આ જીત સાથે ભારત શ્રેણીમાં 2 1થી આગળ થઈ ગયું છે. વેસ્ટ ઈન્ડિઝ કોઈ પણ બેટ્સમેન ભારતના બોલરો સાથે ટકી શક્યા નહતા.  આ વનડે ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ભારતની સૌથી મોટી જીત છે. આ જીત સાથે ભારતે વેસ્ટ ઇન્ડીઝે ત્રીજી વનડે જીતી તેનો બદલો પણ લઈ લીધો. વેસ્ટ ઇન્ડીઝે ત્રીજી વનડે જે પુણેમાં રમવામાં આવી હતી તેમાં ભારતને 43 રનથી હાર આપી હતી.
 
 ભારતે પહેલી બેટિંગ કરતા 377 રનનો વિશાળ સ્કોર વેસ્ટ ઈન્ડિઝને આપ્યો હતો. રોહિત શર્માએ સૌથી વધારે 162 રન બનાવ્યા હતા. અંબાતી રાયડુએ 100 રન બનાવ્યા હતા.જવાબમાં વેસ્ટ ઇન્ડીઝ 36.2 ઓવરમાં 153 રનમાં ધરાશાયી થઈ ગયું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે. બંને વચ્ચે શ્રેણીની અંતિમ અને પાંચમી વન-ડે 1 નવેમ્બરના રોજ રમાશે.
ભારતે 50 ઓવરની સમાપ્તિ પર 5 વિકેટ પર 377 રનનો વિશાળ સ્કોર બનાવ્યો છે. રોહિત શર્મા 162 પછી અંબાતી રાયડુએ પણ પોતાની સદી પુર્ણ કરી. તેમણે 81 બોલમાં 8 ચોક્કા અને 4 છક્કાની મદદથી 100 રન બનાવ્યા. રાયડુને ફૈબિયન એલને રન આઉટ કર્યો. જો કે મહેન્દ્ર સિંહ ધોનીની બેટ એકવાર ફરી ચાલી નહી અને તે 23 રન બનાવીને કીમર રોચનો શિકાર થયા. 
 
ટીમ ઈંડિયા અને વેસ્ટઈંડિઝ વચ્ચે પાંચ મેચોની વનડે શ્રેણીનો ચોથો મુકાબલો મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાય રહ્યો છે. ટીમ ઈંડિયાએ ટોસ જીતતા પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે અને વેસ્ટઈંડિઝને બોલિંગ આપી છે. આ મેચ માટે ભારતની પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર થયો છે. ઋષભ પંત અને યુઝવેન્દ્ર ચહલના સ્થાન પર કેદાર જાધવ અને રવિન્દ્ર જડેજાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. 

સ્કોરકાર્ડ માટે ક્લિક કરો 
 
 
આ ઉપરાંત વેસ્ટઈંડિઝ ટીમમાં પણ એક ફેરફાર કરવામાં આવ્યો છે. પ્લેઈંગ ઈલેવનમાં ઓબેદ મૈકૉયના સ્થાન પર કીમો પૉલને ટીમમાં સ્થાન મળ્યુ છે. 
 
ગુવાહાટીમાં રમાય રહેલ પ્રથમ વનડે ભારતના નામે રહી હતી. જ્યારે કે વિશાખાપટ્ટનમમાં રમાયેલ બીજી મેચ ટાઈ થઈ હતી. પુણેમાં રમાયેલ ત્રીજી વનડેમાં વેસ્ટઈંડિઝે જીત નોંધાવીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી. 
 
ભારતને આ શ્રેણીમાં જીત માટે આગામી બંને મેચ પોતાને નામે કરવા માટે બેટિંગ સાથે બોલિંગમાં પણ સુધારો કરવાની જરૂર છે. 
 
મિડલ ઓર્ડરના પ્રદર્શનમાં નિરંતરતાની કમી અને મહેન્દ્ર સિંહ ધોનીની બેટિંગનુ ખરાબ ફોર્મનુ નુકશાન ભારતને ઉઠાવવુ પડી રહ્યુ છે. ભારતને ઈગ્લેંડમાં આગામી વર્ષે થનારા વર્લ્ડ કપ પહેલા 15 વનડે મેચ રમવાની હજુ રમવાની છે અને એવામાં આ ફક્ત આજની મેચની સમસ્યા નથી. 
 
 
ટી-20 ટીમમાંથી બહાર કર્યા પછી ધોની પાસે હવે ફોર્મમાં પરત ફરવા માટે તકો ઓછી છે. પુણેમાં અંબતિ રાયડૂ (22) સફળ રહ્યા હતા પણ જમણા હાથના આ બેટ્સમેનને જો ચોથા નંબર પર સ્થાન પાકુ કરવુ છે તો સતત સારુ પ્રદર્શન કરવુ પડશે. પસંદગીકારોએ અંતિમ બે મેચમાં કેદાર જાધવને ટીમમાં સ્થાન આપ્યુ છે જેનાથી ભારતને મજબૂતી મળશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર