ચેન્નઈમાં મારો દાવ પડકારરૂપ દાવમાંથી એક - કોહલી

શુક્રવાર, 23 ઑક્ટોબર 2015 (17:15 IST)
દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ અહી ચોથી એકદિવસીય મેચમાં વિજયી સદી માર્યા પછી થાકેલ પણ ખુશ ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ કહ્યુ કે આ દાવ તેમના કેરિયરની સૌથી મહત્વપુર્ણ દાવમાંથી એક છે. 
 
ભારતે કોહલીના 138 રનની મદદથી આઠ વિકેટ 299 રન પર બનાવ્યા અને પછી કપ્તાન એબી ડિવિલિયર્સની સદી છતા દક્ષિણ આફ્રિકાને 35 રનથી હરાવીને પાંચ મેચોની શ્રેણી 2-2થી બરાબર કરી લીધી. કોહલીએ કહ્યુ, 'આ એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મારી વધુ પડકારરૂપ રમતોમાંથી એક છે. ખાસ કરીને બોલિંગ આક્રમણને જોતા. દક્ષિણ આફ્રિકા આ શ્રેણીમાં ખૂબ સારી બોલિંગ કરી રહ્યા છે. પિચ એટલી ઝડપી નહોતી કે અમે આખી મેચ દરમિયાન બાઉંડ્રી લગાવી શકીએ.'
 
તેમણે કહ્યુ, 'તેથી મને ખૂબ દોડવુ પડ્યુ અને રન બનાવવા માટે સ્થાન શોઘવુ પડ્યુ જેનાથી સમગ્ર રમત દરમિયાન દોડી શકુ. શક્યત આ કારણ છે કે રમતના અંતમાં જકડનની સમસ્યા થઈ ગઈ કારણ કે શરીર પર ખૂબ અસર પડે છે. બપોરે ચેન્નઈમાં ખૂબ મુશ્કેલી થઈ જાય છે અને બેટિંગ માટે પરિસ્થિતિ ખૂબ મુશ્કિલ હોય છે. પણ હવે હુ ખૂબ સારુ અનુભવી રહ્યો છુ. કોહલીએ પોતાની રમત દરમિયાન 66 સિંગલ અને નવ બે રન બનાવ્યા અને આ બેટ્સમેને કહ્યુ કે પરિસ્થિતિને જોતા તેમને જાણ હતી કે તેમને બેટિંગ કરતા વધુ જોર લગાવવુ પડશે. 
 
કોહલીએ કહ્યુ, લગભગ 70થ્જી 75 રન સુધી ફક્ત ત્રણ બાઉંડ્રી અને બે છક્કા માર્યા હતા. સમગ્ર રમત દરમિયાન ફક્ત છ ચોક્કા માર્યા જે ખૂબ વધુ નહોત. સતત આ પ્રયાસ કરી રહ્યા હતા કે સ્ટ્રાઈક રોટેટ કરતો રહુ અને બે રન પણ લેતો રહુ. પણ કોહલીએ કહ્યુ કે શારીરિક થકાન કામ આવી કારણ કે તેમા મેચ જીતવામાં યોગદાન આપ્યુ. 
 
કોહલીએ કહ્યુ, 'મોટી સદી બનાવવી વિશેષ હોય છે.. ખાસ કરીને ત્યારે જ્યારે તમે શ્રેણીમાં 1-2 થી પાછળ રહ્યા હોય. ટીમ જીતે અને તમે સદી બનાવો. બેશક આ વિશેષ દિવસ હોય છે.  અહી કેટલીક એવી વસ્તુઓ છે જેને ત્રીજા નંબર પર બેટિંગ કરતા ટીમ માટે કરવાની જરૂર છે. મને ખબર હતી કે આ પિચ 260-270 રનવાળી પિચ છે પણ સદી બનાવ્યા પછી મે વધુ જોર લગાવ્યો.' 
 
તેમને કહ્યુ, 'મને જકડનની થોડી સમસ્યા થઈ રહી હતી પણ મે ખુદને કહ્યુ કે જો હુ અહી 30 કે 35 દિવસ રન અને બનાવે તો ટીમ શક્યત 300 રનની નિકટ પહોંહી જશે. આ કારણ છે કે મે જોર લગાવ્યો અને સારુ લાગે છે કે હવે અમે શ્રેણીમાં 2-2થી બરાબર છે. હવે મુંબઈમાં નિર્ણાયક મુકાબલો થશે. કોહલીના છેલ્લા 13 દાવમાં આ પ્રથમ સદી છે પણ તેમણે કહ્યુ કે મુશ્કેલ સમયમાં તેમને ક્યારેય ખુદ પર શંકા નહોતી.  

વેબદુનિયા પર વાંચો