ડાલમિયા ઈચ્છે છે કે આઈપીએલ સામાજીક કલ્યાણના કાર્યો સાથે જોડાય

શનિવાર, 18 એપ્રિલ 2015 (12:07 IST)
બીસીસીઆઈ અધ્યક્ષ જગમોહન ડાલમિયાએ ઈંડિયન પ્રીમિયર લીગ ટી20 ક્રિકેટ ટૂર્નામેંટ સાથે સામાજીક કલ્યાણના કાર્યક્રમો સાથે જોડાઈને માનવતાની સેવા માટે મંચ પુરો પાડવાનો આગ્રહ કર્યો. 
 
બીસીસીઆઈની આ ટૂર્નામેંટ 2013માં સ્પોટ ફિક્સિંગ પ્રકરણને કારણે ચર્ચામાં રહ્યુ હતુ પણ નવા નિમાયેલા બોર્ડ અધ્યક્ષે કહ્યુ કે આઈપીએલમાં ચોટીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર્નો સમાવેશ છે અને આ સમાજમાં મહત્વપુર્ણ યોગદાન આપીને અંતર ઉભુ કરી શકે છે.  
 
ડાલમિયાએ નિવેદનમાં કહ્યુ,  આઈપીએલ દેશની સૌથી લોકપ્રિય રમત ટૂર્નામેંટોમાંથી એક છે અને એવુ અનુભવાય છે કે સામાજીક કલ્યાણ કાર્યક્રમો સાથે જોડાઈને માનવતાની સેવા માટે તેનાથી સારો મંચ અને બીજો કોઈ નથી હોઈ શકતો. 
 
તેમણે કહ્યુ. આઈપીએલની લોકપ્રિયતા અને તેમા વિશ્વ ક્રિકેટના ટોચના ખેલાડીઓના સામેલ થવાને કારણે લાગે છે કે જો સઆ સામાજીક કલ્યાણ કાર્યક્રમો સાથે  જોડાય ચ હે તો તેનો ખૂબ અધિક પ્રભાવ પડશે. મને આશ્સા છે કે આ સમાજમાં સાર્થક અને મહત્વપુર્ણ યોગદાન આપવામાં સફળ રહેશે.  

વેબદુનિયા પર વાંચો