નીલામીમાં 351 ક્રિકેટર્સનો સમાવેશ છે. તેમા 130 ઈંટરનેશનલ ક્રિકેટર છે. જ્યારે કે 219 ઘરેલુ ક્રિકેટ રમનારા છે. 2 ખેલાડી કનાડા અને આયરલેંડના છે. સૌથી પહેલા માર્કી પ્લેયરની નીલામી થઈ. જેમા 8 ખેલાડીઓનો સમાવેશ કરવામાં અવ્યો છે. માર્કી પ્લેયરમાં ભારતના ઈશાંત શર્મા અને યુવરાજ સિંહનુ નામ છે. તેમની બેસ પ્રાઈસ 2 કરોડ નક્કી થયેલ છે. ઓસ્ટ્રેલિયાના શેન વોટ્સન અને ઈગ્લેંડના કેવિન પીટરસન પણ આ યાદીમાં છે અને તેમની બેસ પ્રાઈસ પણ 2 કરોડ છે બાકી 4 નામમાં ઑરોન ફ્રિંચ (1 કરોડ) ડેલ સ્ટેન (1.5 કરોડ), માર્ટિન ગપ્ટિલ (50 લાખ) અને ડ્વેવ સ્મિથ (50 લાખ)નો સમાવેશ છે.
જો કે અનેક ખેલાડી એવા પણ છે જેમને માર્કી પ્લેયરની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. પણ તેમની બેસ પ્રાઈસ 2 કરોડની સૌથી વધુ કેટેગરીમાં છે. મિચેલ માર્શ, આશીષ નેહરા, દિનેશ કાર્તિક, સ્ટુર્ટ બિન્ની, સંજૂ સૈમસન, ધવલ કુલકર્ણી, કેન રિચર્ડસન અને માઈકલ હસીની બેસ પ્રાઈસ 2 કરોડ છે.
મતલબ ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો સૌથી વધુ મારામારી યુવરાજ સિંહ અને આશીષ નેહરાને લઈને થઈ શકે છે. યુવરાજ સિંહને જ્યા દિલ્હીએ રજુ કર્યો તો બીજી બાજુ આશીષ નેહરા ચેન્નઈ પર પ્રતિબંધ મુકતા ખાલી થઈ ગયા. હવે માલિકોના રકમની વાત કરીએ તો દિલ્હી પાસે સૌથી વધુ પૈસા (37.15 કરોડ) બાકી છે અને મુંબઈ ઈંડિયંસ પાસે સૌથી ઓછા.