India–Pakistan cricket rivalry : એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે બંને ફોર્મેટમાં કુલ ૧૮ મેચ રમાઈ છે, જેમાં ભારતે ૧૦ અને પાકિસ્તાને ૬ મેચ જીતી છે. એશિયા કપની પહેલી આવૃત્તિ ૧૯૮૪માં રમાઈ હતી. ૨૦૨૩ સુધીમાં, ભારતે બંને ફોર્મેટમાં ૮ વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમ ૧૯૮૪, ૧૯૮૮, ૧૯૯૦-૯૧, ૧૯૯૫, ૨૦૧૦, ૨૦૧૬, ૨૦૧૮ અને ૨૦૨૩માં એશિયા કપનો ખિતાબ જીતવામાં સફળ રહી છે. શ્રીલંકા ૧૯૮૬, ૧૯૯૭, ૨૦૦૪, ૨૦૦૮, ૨૦૧૪ અને ૨૦૨૨માં જીત મેળવીને છ ટાઇટલ સાથે બીજા સ્થાને છે. પાકિસ્તાને ૨૦૦૦ અને ૨૦૧૨માં બે વાર આ ટ્રોફી જીતી છે. (એશિયા કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન)
હવે ફરી એકવાર એશિયા કપ શરૂ થવાનો છે. એશિયા કપમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરે UAE માં મેચ રમાશે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ વિશેના ટોચના 5 રસપ્રદ તથ્યો વિશે.
'સૌથી મોટી હરીફાઈ: ટોચના 5 રસપ્રદ તથ્યો, જાણીને તમે ચોંકી જશો
1- ભારત અને પાકિસ્તાન એશિયા કપના ફાઇનલમાં ક્યારેય એકબીજાનો સામનો કરી શક્યા નથી. જો ભારત અને પાકિસ્તાન આ એશિયા કપના ફાઇનલમાં પહોંચે છે, તો આ પહેલી વાર હશે જ્યારે બંને કટ્ટર હરીફ ટીમો એશિયા કપના ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. આ વખતે બંને ટીમો ફાઇનલમાં પહોંચવાની દાવેદાર છે.