શ્રીલંકાએ 550 રનના ટારગેટનો પીછો કરતા 240 રન સુધી સાતમી વિકેટ ગુમાવી હતી અને આઠમી વિકેટ 245 રન પર પડી. આર અશ્વિને નિરોશન ડિકવેલા પછી સલામી બેટ્સમેન દિમુત કરુણારત્નેને આઉટ કરી ભારતને મેચમાં શાનદાર કમબેક કરાવ્યુ. નુવાન પ્રદીપ ત્યારબાદ ખાતુ ખોલ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા. આ રીતે અશ્વિનના ખાતામાં 3 વિકેટ થઈ ચુકી .. બીજી બાજુ અંતિમ વિકેટ રવિન્દ્ર જડેજાના ખાતામાં ગઈ.
આ પહેલા રવિન્દ્ર જડેજાએ બૈક ટૂ બૈક કુસલ મેંડિસ અને એંજલો મૈથ્યૂઝની વિકેટ લઈને શ્રીલંકાને સંપૂર્ણ રીતે બૈકફુટ પર ઢકેલી દીધો. મેંડિસ 36 અને મૈથ્યૂઝ 2 રન બનાવીને આઉટ થયા. આ પહેલા લંચ બ્રેક સુધી શ્રીલંકાએ બે વિકેટ પર 85 રન બનાવી લીધા હતા. ભારત તરફથી અશ્વિન જડેજાએ 3-3 વિકેટ જ્યારે કે મોહમ્મદ શમી અને ઉમેશ યાદવે એક એક વિકેટ લીધી. ભારતે શ્રીલંકા સામે જીત માટે 550નુ લક્ષ્ય મુક્યુ હતુ. જવાબમાં મેજબાન ટીમ 29 રન સુધી બે વિકેટ ગુમાવી ચુક્યુ હતુ.