Champions Trophy 2025: ટીમ ઈંડિયા નહી જાય પાકિસ્તાન, અહી થઈ શકે છે ભારતનો મુકાબલો

ગુરુવાર, 11 જુલાઈ 2024 (11:46 IST)
Champions Trophy 2025 Update: આવતા વર્ષ પાકિસ્તાનમાં રમાનારી ચેમ્પિયંસ ટ્રોફીને લઈને મોટી અને મહત્વની અપડેટ સામે આવી રહી છે.  તેનાથી પાકિસ્તાન ક્રિકેટ અને પીસીબીને ઝટકો લાગી શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બ ઓર્ડ એક બાજુ ચેમ્પિયંસ ટ્રોફીની તૈયારીમાં લાગ્યુ છે. તો  હવે બીજી બાજુ જાણવા મળ્યુ છે કે ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયંસ ટ્રોફીનો પોતાનો મુકાબલો પાકિસ્તાન રમવા નહી જાય. ભારતની મેચો માટે બે સ્થાન પસંદ  કરવામાં આવ્યા છે.  જો કે હજુ તેના પર મોહર લાગવાની બાકી છે. આઈસીસીને લઈને અંતિમ  નિર્ણય કરવામાં આવશે.  જેની રાહ જોવી જોઈએ. 
 
પાક્સિતાનને મળી છે આ વખતે ચેમ્પિયંસ ટ્રોફીની મેજબાની 
ચેમ્પિયંસ ટ્રોફી 2025ની મેજબાની પાકિસ્તાનને મળી છે. પીસીબીએ આ માટે એક ડ્રાફ્ટ બનાવીને આઈસીસીને સોંપી દીધો છે.  ત્યારબાદ આઈસીસીની તરફથી બધા સામેલ થનારા દેશોના ક્રિકેટ બોર્ડ આના પર વિચાર કરી રહ્યા છે. પીસીબી મુજબ ભારતની બધી મેચ લાહોરમાં રમાશે. પાકિસ્તાને સમગ્ર ટૂર્નામેંટ માટે ત્રણ વેન્યુ પસંદ કર્યા છે. તેમા લાહોર ઉપરાંત રાવલપિંડી અને કરાચીનુ નામ પણ સામેલ છે.  પીસીબીનુ કહેવુ છે કે જો ભારતીય ટીમ સેમીફાઈનલ અને ફાઈનલ મુકાબલામાં પહોંચે છે તો તેની મેચ પણ લાહોરમાં રમાઈ શકે છે.  જો કે અત્યાર સુધી ન તો સત્તાવાર રૂપે શેડ્યૂલનુ એલાન કરવામાં આવ્યુ છે અને ન તો આ ફાઈનલ થયુ છેકે ભારતીય ટીમ રમવા માતે પાકિસ્તાન જશે. 
 
ટીમ ઈંડિયા નહી જાય પાકિસ્તાન 
 આ દરમિયાન જાણવા મળ્યું છે કે BCCIએ ICCને કહ્યું છે કે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય. બીસીસીઆઈએ કહ્યું છે કે તેની મેચ દુબઈ અને શ્રીલંકા વચ્ચે ગમે ત્યાં યોજાશે. BCCIના સૂત્રને ટાંકીને ANIએ આ સમાચાર આપ્યા છે. જો આ વાત સાચી છે તો પાકિસ્તાન ક્રિકેટને મોટો ફટકો પડવાની ખાતરી છે. તે જ સમયે, આ સમગ્ર મામલે ICC શું નિર્ણય લે છે તેની પણ રાહ જોવાઈ રહી છે. આમાં થોડો સમય લાગી શકે છે.
 
19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાશે ચેમ્પિયંસ ટ્રોફી 
પીસીબી દ્વારા ડ્રાફ્ટ શેડ્યૂલ આઈસીસીને મોકલવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 9 માર્ચ સુધી ચાલશે. PCB એ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેગા મેચની તારીખ 1 માર્ચ નક્કી કરી છે, જે લાહોરમાં રમાવાની છે. જોકે, BCCI દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. કોઈપણ રીતે, આ ટૂર્નામેન્ટમાં હજુ સમય છે અને નિર્ણય લેવામાં થોડો વધુ સમય લાગી શકે છે. તમને યાદ અપાવીએ કે ભારતીય ક્રિકેટ ટીમે છેલ્લે વર્ષ 2008માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ત્યારથી તે દર વખતે ત્યાં જવાની ના પાડી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને અંતિમ નિર્ણય શું થાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર