IndiaVsNz : 500મી ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીત, બન્યુ નંબર વન

સોમવાર, 26 સપ્ટેમ્બર 2016 (12:06 IST)
ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેનો અને બોલરોએ ઓલરાઉંડર પ્રદર્શન કરવાને કારણે ન્યુઝીલેંડના વિરુદ્ધ પ્રથમ ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે સોમવારે 197 રનથી શાનદાર જીત નોંધાવતા ઐતિહાસિક 500મી ટેસ્ટને યાદગાર બનાવી દીધી. 

ભારતને મળી 1-0ની બઢત 
 
કાનપુરના ગ્રીનપાર્કમાં રમાયેલ આ મેચમાં ભારતે પોતાનો બીજો દાવ પાંચ વિકેટ પર 377 રન બનાવીને જાહેર કરી ન્યુઝીલેંડની સામે જીત માટે 434 રનનો મુશ્કેલ લક્ષ્ય મુક્યો હતો જેનો પીછો કરવામાં  મેહમાન ટીમ અસમર્થ રહી અને મેચના અંતિમ દિવસના લંચના થોડીવાર પછી જ તેનો બીજો દાવ 87.3 ઓવરમાં 236 રન પર સમેટાઈ ગયુ. આ જીત સાથે જ ભારતીય ટીમે ત્રણ ટેસ્ટની શ્રેણીમાં 1-0થી બઢત બનાવી લીધી છે. 
 
અશ્વિને ભજવી મહત્વની ભૂમિકા 
 
ટેસ્ટમાં 200 વિકેટનો આંકડો પુરો કરનારા અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને કીવી ટીમની બીજો દાવમાં હરીફ ટીમને પેવેલિયન ભેગી કરવામાં મહત્વની ભૂમિકા ભજવતા 35.3 ઓવરમાં 132 રન આપીને સૌથી વધુ છ વિકેટ લીધી. અશ્વિને આ મેચમાં કીવી ટીમના બંને દાવમાં કુલ 10 વિકેટ લીધી. બીજી બાજુ આ 19મી વાર છે જ્યારે અશ્વિને ટેસ્ટ મેચની એક દાવમાં પાંચ વિકેટનો આંકડો અડ્યો છે. તેમના હવે ટેસ્ટમાં કુલ 203 વિકેટ થઈ ગઈ છે.  ન્યૂઝીલેંડના બીજા દાવમાં ઝડપી બોલર મોહમ્મદ શામીએ આઠ ઓવરમાં 18 રન પર બે વિકેટ અને રવિન્દ્ર જડેજાએ 58 રન પર એક વિકેટ મેળવી.  જડેજાએ મેચમાં કુલ છ વિકેટ લીધી અને બીજા સફળ બેટ્સમેન બન્યા. 
 
 ભારત બનામ ન્યુઝીલેંડની વચ્ચે કાનપુરમાં રમાય રહેલ 500મી ઐતિહાસિક ટેસ્ટ મેચનો આજે પાંચમો દિવસ છે. ભારત વિરુદ્ધ કાનપુર ટેસ્ટમાં 434 રનના ટારગેટનો પીછો કરતા ન્યુઝીલેંડની ટીમ લડખડાઈ ગઈ.  ન્યુઝીલેંડની બીજી ઈનિંગમાં 236 રનમાં પેવેલિયન ભેગુ થઈ ગયુ. મોહમ્મદ શમીએ 2 અને સૌથી વધુ રવિચંદ્રન અશ્વિને 6 વિકેટ લીધી. રવિન્દ્ર જડેજાને એક વિકેટ મળી 

India V/s NZ Live સ્કોર કાર્ડ જોવા ક્લિક કરો 
 
ખરાબ રહી ન્યુઝીલેન્ડની શરૂઆત 
 
વિશાળ લક્ષ્ય સામે ન્યુઝીલેંડની શરૂઆત ખૂબ જ ખરાબ રહી અને જ્યારે તેનો સ્કોર ફક્ત ત્રણ રન હતો ત્યારે ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ(શૂન્ય) અને ટામ લાથમ(બે) પેવેલિયન છોડી ચૂક્યા હતા. આ બંનેને અશ્વિને આઉટ કર્યા. ગુપ્ટિલ ફરીથી નિષ્ફ્ળ રહ્યા. તેમણે સ્વીપ શાટ રમવાના પ્રયાસમાં સિલી પ્વોઈંટ પર કેચ આપ્યો. નવી બોલ સંભાળનારા અશ્વિને પોતાની આ બીજી ઓવરમાં લાથમને પણ એલબીડબલ્યૂ આઉટ કર્યો. 
અશ્વિને 6 વિકેટ ઝડપી. 
 

વેબદુનિયા પર વાંચો