શુભમન ગિલ પેવેલિયનમાં પાછો ફર્યો, સેમે વિકેટ લીધી
ટીમ ઇન્ડિયાને પહેલો ઝટકો લાગ્યો છે. ઓપનર શુભમન ગિલ આઉટ થયો છે. તેણે ૬ બોલમાં ૧૦ રન બનાવ્યા છે. ઇનિંગની બીજી ઓવરમાં, સેમ અયુબે તેને આઉટ કર્યો. જોકે, આ પહેલા, સેમે પાંચ બોલમાં 10 રન આપ્યા હતા. ભારતનો સ્કોર બે ઓવર પછી 22 રન છે.