ન્યુઝીલેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયા એક સમયે શરમજનક ઇનિંગ્સની હારના આરે હતી, પરંતુ ત્યાંથી ટીમ ઈન્ડિયાએ મેચમાં વાપસી કરી હતી, પરંતુ તેમ છતાં બેંગલુરુ ટેસ્ટ મેચના પાંચમા દિવસે ટીમને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અને આ રીતે ટીમ ઈન્ડિયા ટેસ્ટ મેચ હારીને સિરીઝમાં 0-1થી પાછળ રહી ગઈ છે.