7 વર્ષમાં 6 વર્લ્ડ કપ: ભારત 8 વર્ષમાં બે વાર ODI વર્લ્ડ કપ હોસ્ટ કરશે; પાકિસ્તાનને પણ 25 વર્ષ પછી યજમાનતા મળી
મંગળવાર, 16 નવેમ્બર 2021 (23:02 IST)
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 2026 થી 2031 દરમિયાન યોજાનારી મેગા ઇવેન્ટ માટે યજમાનોની જાહેરાત કરી છે. ભારતને ત્રણ મોટી ટુર્નામેન્ટની યજમાની મળી છે. ભારત 2026માં શ્રીલંકા સાથે T20 વર્લ્ડ કપ અને 2031માં બાંગ્લાદેશ સાથે ODI વર્લ્ડ કપ હોસ્ટ કરશે. તેમની વચ્ચે 2029ની ચેમ્પિયન્સ ટ્રોફી ભારતમાં યોજાશે.
પાકિસ્તાનને પણ એક મોટી ટૂર્નામેન્ટની યજમાની મળી છે. તે 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરશે. ચાહકો માટે ખુશીની વાત છે કે 2024 થી 2031 સુધી ODI અને T20 સહિત કુલ 6 વર્લ્ડ કપ રમાશે.
ભારત 2023 વર્લ્ડ કપની પણ યજમાની કરશે
2023 ODI વર્લ્ડ કપ પણ ભારતમાં રમાશે. આ વર્ષે રમાયેલો T20 વર્લ્ડ કપ પણ અગાઉ ભારતમાં રમાવાનો હતો, પરંતુ કોરોનાને કારણે તેનું આયોજન ઓમાન અને UAEમાં કરવામાં આવ્યું હતું. જો કે તેની યજમાની કરવાનો અધિકાર ભારત પાસે હતો. 2011 ODI વર્લ્ડ કપનું આયોજન પણ ભારતે, બાંગ્લાદેશ અને શ્રીલંકા સાથે કો હોસ્ટ કર્યુ હતું અને ટુર્નામેન્ટની ફાઈનલ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી.
25 વર્ષ પછી PAKને મળી મોટી તક
પાકિસ્તાનને 2025 ICC ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની સોંપવામાં આવી છે. લગભગ 25 વર્ષના લાંબા સમય પછી પાકિસ્તાનમાં ICC ટૂર્નામેન્ટ રમાશે. છેલ્લી વખત 1996 ODI વર્લ્ડ કપની કેટલીક મેચો પાકિસ્તાનમાં રમાઈ હતી.
આ દેશોને મળી ICC ટૂર્નામેન્ટની યજમાની
2024 T20 વર્લ્ડ કપ: યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝ
2025 ચેમ્પિયન્સ ટ્રોફી: પાકિસ્તાન
2026 T20 વર્લ્ડ કપ: ભારત અને શ્રીલંકા
2027 ODI વર્લ્ડ કપ: દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા
2028 T20 વર્લ્ડ કપ: ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ
2029 ચેમ્પિયન્સ ટ્રોફી: ભારત
2030 T20 વર્લ્ડ કપ: ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ