મેચમાં પાટીદારો શું કરશે

ગુરુવાર, 14 એપ્રિલ 2016 (13:02 IST)
આજે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ગુજરાત અને પુણે ટકારશે. આજની મૅચ માટે બંને ટીમનોના ખેલાડીઓ બુધવારે સાંજે જ રાજકોટમાં આવી પહોંચ્યા છે. આજની મૅચ ગણી રોમાંચક રહેશે કેમ કે રાજકોટની મૅચમાં પાટીદારો ફરીથી સક્રિય થયા છે. સુરતના પાસ કન્વિનરે એવી જાહેરાત કરી છે કે ‘હાર્દિક પટેલની ધરપકડ રાજકોટમાં યોજાયેલી મૅચ વખતે થઇ હતી’આજ કારણે આઇપીએલની મૅચમાં પાટીદારો હાર્દિક પટેલના ફોટોવાળી એક કારને મેદાનમાં ઘુસાડીને હાર્દિકની ધરપકડની યાદ તાજી કરશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજની આપીએલની મૅચ ઘણી મહત્વની છે. કેમ કે સૌ પહેલાં તો ભારતીય ટીમના બે દિગ્ગ્જ ખેલાડી અને ગુરુ શિષ્ય એવા ધોની અને રૈના એકબીજા સામે ટકરાશે. આ સિવાય રાજકોટમાં પાણીની અછત હોવાથી આઇપીએલની મૅચ નહીં યોજવા માટે પણ કેટલાક સંગઠનો પ્રયાસ કરી રહ્યા છે. આ તમામ વચ્ચે પાટીદારોએ પણ એક જાહેરાત કરી છે. જેમાં તેઓ મૅચ દરમિયાન હાર્દિકના ફોટાવાળી એક કાર મેદાનમાં ઘુસાડીને હાર્દિકની ધરપકડની યાદ તાજી કરવાના છે. આ યોજનાને પાર પાડવા માટે સુરતના પાસ કન્વીનર રાજકોટ પણ પહોંચી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે બંને ટીમોના ખેલાડીઓ હાલમાં રાજકોટમાં છે. જ્યાં આ ખેલાડીઓ રોકાયા છે એ હોટલની આસાપસ લોખંડી બંદોબસ્ત કરવામાં આવ્યો છે. મૅચ પહેલાં ગુજરાત લાયન્સના ખેલાડીઓએ તો ગુજરાતની મજા માણી હતી.

વેબદુનિયા પર વાંચો