ભારતમાં IPL 2025ને લઈને ઘણી ચર્ચા છે. અત્યાર સુધીમાં 9 મેચ રમાઈ છે. આજે ડબલ હેડર એટલે કે બે મેચ થવાની છે. પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચમાં દિલ્હીનો કેપ્ટન અક્ષર પટેલ ત્રણ ખાસ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. તેના પરફોર્મન્સ પર બધાની નજર રહેશે. અક્ષરને પ્રથમ વખત આ ટીમનો કાયમી કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પ્રથમ મેચમાં તેની ટીમે લખનૌને 1 વિકેટથી રોમાંચક હાર આપી હતી.
18મી સિઝનની 10મી મેચમાં દિલ્હીનો સામનો વિશાખાપટ્ટનમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે થશે. આ મેચનો ટોસ ટુંક સમયમાં જ થવાનો છે. અક્ષર પટેલની નજર આ મેચમાં સતત બીજી જીત પર છે. તે બોલ, બેટ અને ફિલ્ડિંગ સાથે ત્રણ અલગ-અલગ રેકોર્ડ બનાવી શકે છે.
DSC માટે 50 સિક્સર પૂરી કરી શકે છે
અક્ષર પટેલે દિલ્હી માટે અત્યાર સુધીમાં 48 સિક્સર ફટકારી છે. તે આ મેચમાં 2 છગ્ગા ફટકારીને 50 છગ્ગા પૂરા કરી શકે છે.