World Cup 2019 - વેસ્ટઈંડિઝની 15 સભ્યોની ટીમ જાહેર, ગેલનો અંતિમ વર્લ્ડ કપ, પોલાર્ડ-નરેન બહાર

શુક્રવાર, 17 મે 2019 (14:05 IST)
વેસ્ટઈંડિઝ ક્રિકેટ બોર્ડે 30 મે થી ઈગ્લેંડ અને વેલ્સમાં શરૂ થઈ રહેલ વર્લ્ડ કપ માટે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. બોર્ડે ટીમની કમાન જેસન હોલ્ડરને આપી છે. ટીમમાં ક્રિસ ગેલને પણ સ્થાન આપવામાં આવ્યુ છે. 39 વર્ષના ગેલનો આ અંતિમ વર્લ્ડ કપ રહેશે.  ગેલ એ વર્લ્ડ કપ પછી સંન્યાસ લેવાની જાહેરાત પહેલા જ કરી દીધી છે.  જો કે આઈપીએલમાં મુંબઈ ઈંડિયંસની તરફથી રમી રહેલ ફીરોન પોલાર્ડ અને કેકેઆરના સુનીલ નરેનને ટીમમાં સ્થાન મળ્યુ નથી. 
 
શેલ્ડન કોટરેલનો પ્રથમ વર્લ્ડ કપ 
 
આંદ્ર રસેલને આઈપીએલમાં શાનદાર પ્રદર્શનને કારણે 15 સભ્યોની ટીમમાં સ્થાન મળ્યુ છે. રસેલ આઈપીએલમાં કલકત્તા નાઈટ રાઈડર્સની તરફથી શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે અને તેમને એકલાના દમ પર ટીમને ચાર વાર મેચ જીતાડી. 
 
ઈગ્લેંડ વિરુદ્ધ શાનદાઅર બોલીગ કરનારા ઝડપી બોલર શેલ્ડન કોટરેલને પણ તેમના પ્રથમ વર્લ્ડ કપ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ઝડપી બોલિંગમાં કોટરેલની સાથે કેમાર રોચ, જેસન હોલ્ડર સાચવતા જોવા મળશે. 
 
ટીમ આ પ્રકારની છે. 
 
જૈસન હોલ્ડર (કપ્તાન), આંદ્રે રસેલ, એશલે નર્સ, ચાલોંસ બ્રૈથવેટ, ક્રિસ ગેલ, ડેરેન બ્રાવો, એવિન લુઈસ, ફેવિયન એલન, કેમાર રોચ, નિકોલસ પૂરન, ઓશાને થૉમસ, શાઈ હોપ, શૈનન ગ્રેબિયલ, શેલ્ડન કોટરેલ, શિમરોન હેટમાયર 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર