ICC ચેમ્પિયંસ ટ્રોફી 2025નો રોમાંચ પોતાના ચરમ પર છે. સેમીફાઈનલની 4 માંથી 3 ટીમો નક્કી થઈ ગઈ છે. જ્યારે કે ચોથી અને અંતિમ ટીમનો નિર્ણય થવો બાકી છે. ચેમ્પિયંસ ટ્રોફીમાં આજે સાઉથ આફ્ર9કા અને ઈગ્લેંડની વચ્ચે થનારા મુકાબલાની સાથે જ સેમીફાઈનલ માટે ચોથી ટીમ પણ નક્કી થઈ જશે. સાઉથ આફ્રિકા અને ઈગ્લેંડ વચ્ચે 1 માર્ચના રોજ કરાંચીના નેશનલ સ્ટેડિયમમાં મુકાબલો રમાશે આ મુકાબલા પર અફગાનિસ્તાનના ફેંસની નજર પણ રહેશે. ઉલ્લેખનીય છે કે ગ્રુપ-એ ના પહેલા જ ભારત અને ન્યુઝીલેંડની ટીમ સેમીફાઈનલમા પહોચી ચુકી છે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયા અને અફગાનિસ્તાન વચ્ચે રમાનારી મેચ 28 ફેબ્રુઆરીના રોજ વરસાદને કારણે ધોવાઈ ગઈ. હવે બધી લડાઈ સેમીફાઈનલના ચોથા સ્પોટ માટે છે. જેનો નિર્ણય કાલે રાત્રે થઈ જશે.
ચેમ્પિયંસ ટ્રોફી 2025ના બધા સમીકરણોને જોતા તો એવુ જ લાગી રહ્યુ છે કે જાણે વર્લ્ડ કપ 2023નુ પુનરાવર્તન થવા જઈ રહ્યુ છે. જો સાઉથ આફ્રિકાની ટીમ સેમીફાઈનલમાં પહોંચી જાય છે તો વર્લ્ડ કપ 2023 જેવી તસ્વીર બની જશે. ભારતમાં રમાયેલ 2023 વર્લ્ડ કપના સેમીફાઈનલમાં ભારત, ન્યુઝીલેંડ, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાનએ સ્થાન બનાવ્યુ હતુ. જ્યારે કે ફાઈનલમાં ટીમ ઈંડિયા અને ઓસ્ટ્રેલિયાનો આમમ્નો સામનો થયો હતો. આ વખતે ચેમ્પિયંસ ટ્રોફીમાં સેમીફાઈનલની આ જ તસ્વીર જોવા મળી રહી છે. જો કે આ જોવુ રસપ્રદ હશે કે સેમીફાઈનલમાં ભારતીય ટીમનો મુકાબલો કંઈ ટીમ સાથે થાય છે. આ માટે સાઉથ આફ્રિકા અને ઈગ્લેંડ વચ્ચે થનારી મેચના પરિણામની રાહ જોવાની રહેશે.
સાઉથ આફ્રિકાને વધુ ચાંસ
ગ્રુપ-બી પર નજર નાખીએ તો ઓસ્ટ્રેલિયાની ટીૢમ 3 મેચોમાં 4 અંકો સાથે ટોપ પર છે અને સેમીફાઈનલમાં પહોચી ચુકી છે. ઈગ્લેંડ સતત 2 હાર પછી બહાર થઈ ચુક્યુ છે. સાઉથ આફ્રિકાની ટીમ 2 મેચોમાં 3 પોઈંટ્સની સાથે બીજા પગથિયે પર જ્યારે કે અફગાનિસ્તાન 3 મેચોમાં 3 પોઈંટ સાથે ત્રીજા પગથિયે છે. સાઉથ આફ્રિકા અને અફગાનિસ્તાનના પોઈંટ્સ બરાબરી પર છે પણ નેટ રન રેટમાં ખૂબ મોટુ અંતર છે. સાઉથ આફ્રિકાનો નેટ રન રેટ +2.140 છે.. જ્યારે કે અફગાનિસ્તાનની ટીમનો નેટ રન રેટ -0.990 છે. આવામાં સાઉથ આફ્રિકાની સેમીફાઈનલમાં પહોચવાની શક્યતા સૌથી વધુ છે.
અફગાનિસ્તાનની આશા ઈગ્લેંડ પર
જો ઈગ્લેંડની ટીમ આજની મેચમાં પહેલા બેટિંગ કરે છે તો તેને સાઉથ આફ્રિકાને 207 રનના મોટા અંતરથી હરાવવુ પડશે. બીજી બાજુ સાઉથ આફ્રિકાની ટીમ પહેલા બેટિંગ કરે છે તો ઈંગ્લિશ ટીમે 11.1 ઓવરની અંદર ટારગેટ મેળવવુ પડશે. આ બંને કંડીશનમાં અફગાનિસ્તાનની ટીમ આગળના રાઉંડમાં જઈ શકશે અને સાઉથ આફ્રિકા ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ જશે. જો કે આવુ થવાની શક્યતા ખૂબ ઓછી છે. સાઉથ આફ્રિકાની ટીમ હારી પણ જાય તો સેમીફાઈનલમા પહોચી શકે છે. કારણ કે તેમનુ નેટ રન રેટ પોઝિટિવ છે.