ચેમ્પિયન્સ ટ્રોફીની ચોથી મેચમાં ભારતે પાકિસ્તાનને 124 રને પરાજય આપ્યો હતો.સરફરાઝ અહેમદ 15 રન બનાવી આઉટ થયો હતો. અઝહર અલી 50 રને આઉટ થયો હતો. મોહમ્મદ હાફીઝ 24 રને રમતમાં છે. શોએબ મલિક 15 રને રન આઉટ થયો હતો. અહેમદ શહેજાદ 12 રને આઉટ થયો હતો. બાબર આઝમ 8 રને આઉટ થયો હતો. મેચમાં વરસાદને કારણે પાકિસ્તાનને 41 ઓવરમાં ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 289 રનનો પડકાર મળ્યો છે.
ભારતે પોતાની બંન્ને વોર્મઅપ મેચમાં વિજય મેળવ્યો હતો. પાકિસ્તાન વિરુદ્ધ પણ ભારતને વિજયની દાવેદાર માનવામાં આવી રહી છે. પરંતુ ચેમ્પિયન ટ્રોફીમાં પાકિસ્તાનનું પલડુ ભારે રહ્યું છે. બંન્ને ટીમો વચ્ચે ચેમ્પિયન ટ્રોફીમાં અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઇ છે. જેમાં બે મેચમાં પાકિસ્તાનનો અને એક મેચમાં ભારતનો વિજય થયો છે. પાકિસ્તાને 2004 અને 2009માં જીત મેળવી હતી જ્યારે ભારતે 2013માં પાકિસ્તાનને આઠ વિકેટે પરાજય આપ્યો હતો.