એશિયા કપમાં ન લીધો તો પાકિસ્તાનના 33 વર્ષના આ ખેલાડીએ ગુસ્સામાં ઈંટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

મંગળવાર, 2 સપ્ટેમ્બર 2025 (15:16 IST)
પાકિસ્તાનના બેટ્સમેન આસિફ અલીએ મંગળવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. આસિફે 58 ટી20 આંતરરાષ્ટ્રીય અને 21 વનડેમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું. તેની બેદરકાર બેટિંગ માટે તેની ઘણીવાર ટીકા થતી હતી.
 
પાકિસ્તાન માટે આસિફનું શ્રેષ્ઠ પ્રદર્શન 2021 ટી20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે હતું, જ્યારે તેણે 7 બોલમાં 25 રન બનાવીને ટીમને વિજય અપાવ્યો હતો. આસિફે 2023 એશિયન ગેમ્સમાં તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.
 
આસિફનુ કરિયર 
મિડલ ઓર્ડરના ધાકડ બેટ્સમેન આસિફ અલીએ 58 ટી20 ઈંટરનેશનલ મેચોમાં 577 રન બનાવ્યા. તેમનુ સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 41 રન રહ્યુ. જે તેમણે 2018માં ઝિમ્બાબવેના વિરુદ્ધ બનાવ્યુ હતુ. બીજી બાજુ 21 વનડેમં તેમણે 382 રન બનાવ્યા. આસિફે પોતાની અંતિમ વનડે 2022 માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી હતી.  
 
આસિફનુ સોશિયલ મીડિયા પોસ્ટ 
તમને જણાવી દઈએ કે આસિફ અલીએ 2018 માં વેસ્ટ ઈન્ડિઝ સામે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે માત્ર બે મહિના પછી ODI ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ વર્ષે ઈસ્લામાબાદ યુનાઈટેડને PSL ચેમ્પિયન બનાવવામાં આસિફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આસિફે તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પોસ્ટ કર્યું.
 
'મારા જીવનનુ સૌથી મોટુ સન્માન પાકિસ્તાનની જર્સી પહેરીને ક્રિકેટના મેદાન પર મારા દેશ માટે રમવું એ રહ્યુ છે. મારા ફેંસ, ટીમના સાથીઓ અને કોચ, મારા બધા સારા અને ખરાબ સમયમાં મને સપોર્ટ કરવા બદલ આભાર. મારા પરિવાર અને મિત્રોનો આભાર કે જેઓ મારા સારા અને ખરાબ સમયમાં મારી સાથે રહ્યા છે, જેમાં વર્લ્ડ કપ દરમિયાન મારી પ્રિય પુત્રીના મૃત્યુનો પણ સમાવેશ થાય છે, તમારી શક્તિએ મને આગળ ધપાવ્યો. હું ખૂબ ગર્વ સાથે નિવૃત્તિ લઈ રહ્યો છું અને વિશ્વભરમાં સ્થાનિક અને લીગ ક્રિકેટ રમવાનું ચાલુ રાખીશ.'
 
એશિયા કપ માટે પસંદગી ન થઈ 
એશિયા કપ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે, જેના માટે પાકિસ્તાન ટીમની જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી. PCB મીટિંગમાં જાણવા મળ્યું કે આસિફ અલીના નામની ચર્ચા પણ થઈ ન હતી, જેના કારણે ખેલાડી ગુસ્સે થયો. બાય ધ વે, પાકિસ્તાને બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન જેવા અનુભવી ખેલાડીઓને પણ અવગણ્યા છે.
 
એશિયા કપ માટે પાકિસ્તાન ટીમ
સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, ફહીમ અશરફ, ફખર ઝમાન, હેરિસ રૌફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હેરિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, સાહિબજાદા ફરહાન, સેમ અયુબ, સલમાન મિર્ઝા, શાહીન આફ્રિદી અને સુફિયાન મુકિમ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર