દિલ્હીમાં બે દિવસથી દક્ષિણ આફ્રિકી ટીમ અહીની પરિસ્થિતિમાં ઢળવાની કોશિશ કરી રહી છે અને સાથે જ પ્રેકટિસમાં લાગી છે. દક્ષિણ આફ્રિકી વનડે કપ્તાન એબી ડિવિલિયર્સએ આ દરમિયાન ટ્વિટર પર એક વીડિયો શેયર કર્યો જેમા તેમણે કહ્યુ કે ભારત આવીને તેમને સારુ લાગી રહ્યુ છે. જો કે અહી ગરમી થોડી વધુ લાગી રહી છે.