ENGvsIND: માત્ર 8 બોલમાં ભારતના ટૉપ ઓર્ડરને ધ્વસ્ત કરનારો સૈમ કરણ કોણ છે ?

શુક્રવાર, 3 ઑગસ્ટ 2018 (11:16 IST)
ભારત અને ઈગ્લેંડ વચ્ચે બર્મિધમના એજબૈસ્ટન ક્રિકેટ ગ્રાઉંડમાં રમાઈ રહેલ પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે યુવા ઝડપી બોલર સૈમ કરને સનસનીખેજ સ્પૈલ નાખ્યો. મેચના બીજા દિવસે ઈગ્લેંડની ટીમ 287 પર સમેટાય ગયા પછી ટીમ ઈંડિયાને સારી શરૂઆતની જરૂર હતી. શિખર ધવન અને મુરલી વિજયને ઓપનિંગ જોડીએ પહેલી વિકેટ માટે 50 રનની ભાગીદારે કરીન ભારતને સારી શરૂઆત કરી પણ આપી હતી.  ત્યારે ઈગ્લેંડન્મા કપ્તાન સૈમ કરણને બોલિંગ માટે બોલાવ્યો અને જોત જોતામાં જ મેચની બાજી પલટાય ગઈ. 
 
ફક્ત 8 બોલમાં ભારતનુ ટોપ ઓર્ડર થયુ ધ્વસ્ત 
 
સરે કાઉંટીની તરફથી રમનારા 20 વર્ષના આ યુવા બોલરે ફક્ત 8 બોલની અંદર ટીમ ઈંડિયાના ટોચના ક્રમને હલાવી મુક્યુ. ડાબા હાથના સૈમ કરને મુરલી વિજય (20)ને LBW આઉટ કર્યો.  ત્યારબાદ બે બોલ પછી જ તેણે કેએલ રાહુલને બોલ્ડ કરી ભારતને બીજો ઝટકો આપ્યો. આગામી ઓવરમાં સૈમ ફરી અટેક માટે આવ્યો અને શિખર ધવનને સારી આઉટ સ્વિંગ બોલ પર સ્લિપમાં ડેવિડ મલાનના હાથે કેચ આઉટ કર્યો. તેણે ભારતની પ્રથમ રમતમાં 17 ઓવરમાં 1 મેડન નાખતા 74 રન આપીને 4 વિકેટ લીધી.  હાર્દિક પંડ્યા LBW આઉટ થઈને સૈમના ચોથા શિકાર બન્યા. 
 
સૈમના પરિવારનો ક્રિકેટ સાથે છે જૂનો સંબંધ 
 
સૈમ ઝિમ્બાબવેના પૂર્વ ક્રિકેટ કેવિન કરનના પુત્ર છે. તેમનો મોટો ભાઈ ટૉમ કરણ પણ ઈગ્લેંડની લિમિટડે ઓવર્સ ટીમના સભ્ય છે અને આઈપીએલમાં કેકેઆર માટે રમે છે. સૈમ એ વર્ષ 2015માં 17 વર્ષ 40 દિવસની વયમાં સરે કાઉંટી માટે પોતાની પ્રથમ મેચ રમી હતી.  તે ઈગ્લેંડ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમનારા બીજા સૌથી ઓછી વયના ખેલાડી બન્યા હતા. તેમને સરે માટે પોતાની ડેબ્યૂ મેચમાં જ 8 વિકેટ ઝડપી હતી.  તેમણે આ જ વર્ષે લીડ્સમાં પાકિસ્તાન વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર