શાહિદ આફ્રિદીને ભારતની પ્રશંસા કરવી મોંધી પડી, લાહૌર હાઈકોર્ટની નોટિસ

સોમવાર, 14 માર્ચ 2016 (23:44 IST)
પાકિસ્તાનની ટીમના કેપ્ટન શાહિદ આફ્રિદી અને શોએબ મલિકને ભારતની પ્રશંસા કરવી મોંધી પડી હતી. અફરીદીએ ભારતમાં વધુ પ્રેમ મળે છે તેવુ નિવેદન આપતા હાલ અફરીદી સામે લાહૌર હાઈકોર્ટનું તેડુ આવ્યું છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, આ નોટિસ લાહૌરના એક વકીલે આપી છે. અદાલતે ભારતમાં અફરીદીના હાલના રહેવાસી સ્થાન પર નોટિસ મોકલીને તેમને પોતાના નિવેદન પર સ્પષ્ટતા માગી છે. કોર્ટે આફ્રિદીને જવાબ આપવા માટે 15 દિવસનો સમય આપ્યો છે.

આ બન્‍્નો ખેલાડીએ કહ્યુ હતુ કે તેમને ભારતમાં રમવામાં ક્‍યારેય ભય લાગતો નથી. જો કે સુરક્ષાના કારણોસર પાકિસ્‍તાનની ટીમની રવાનગી થોડાક દિવસ સુધી ટળી ગઇ હતી. આફ્રિદીએ કહ્યુ હતુ કે અમે ભારતમાં રમવાને લઇને રોમાંચ અનુભવ કરીએ છીએ ભારતની પ્રશંસા કરવા બદલ પાકિસ્‍તાની ક્રિકેટ ટીમના કેપ્‍ટન શાહિદ આફ્રિદીને તેના દેશમાં જોરદાર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ સાઈટસ ઉપર પાકિસ્‍તાની લોકો આફ્રિદીની ટીકા કરી રહ્યા છે. અનેક ટીવી ન્‍યુઝ ચેનલો ઉપર પણ તેના નિવેદનની ટીકા કરવામાં આવી રહી છે. બીજી તરફ લાહોર કોર્ટે આ મામલે તેની પાસેથી ૧૫ દિવસમાં જવાબ માંગ્‍યો છે. ઉલ્લેખનીય છે કે, ભારત પહોંચેલા આફ્રિદીએ રવિવારે કહ્યું હતું કે, અમને પાકિસ્‍તાન કરતા ભારતમાં વધારે પ્રેમ મળે છે. આફ્રિદીના નિવેદન પછી પાકિસ્‍તાનને એક વકીલને તેની સામે લાહોર હાઈકોર્ટમાં અરજી કરી હતી.

   એક ખાનગી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં મિયાંદાદે આફ્રિદીના નિવેદનને શરમજનક અને દુખદ ગણાવ્‍યું હતું. મિયાંદાદે કહ્યું હતું કે, અમે ક્‍યાં તેને પત્‍થર માર્યા છે, તે ફેલ થઈ રહ્યો છે. તો પણ રમાડી રહ્યા છે. જો હું આજે બોર્ડમાં રહું તો કોઈ પ્‍લેયર ત્રણ ઇનિગ્‍સ ખરાબ રમે તો તેને બહાર બેસાડી દઉં. પાકિસ્‍તાન કોર્ટ તરફથી પણ આફ્રિદીને જવાબ આપવા માટે કહેવામાં આવ્‍યુ છે. તેને કોર્ટ કાર્યવાહીનો સામનો પણ કરવો પડી શકે છે.

વેબદુનિયા પર વાંચો