વર્લ્ડ કપ 2015 - ભારતે યુએઈની ટીમને 103 રન પર પેવેલિયન ભેગી કરી

શનિવાર, 28 ફેબ્રુઆરી 2015 (14:42 IST)
સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)ની ટીમે વાકા મેદાન પર શનિવારે ભારત સાથે રમાયેલ આઈસીસી વિશ્વ કપ ના પુલ બી હરીફાઈમાં ખૂબ જ ખરાબ શરૂઆત કરી. યુએઈએ 31.3 ઓવરમાં 102 રન પર ઓલઆઉટ થઈ ગઈ. 
 
છેલ્લી વિકેટ શૈમન અનવરની પડી. અનવર 35 રન બનાવીને ઉમેશ યાદવની બોલ પર બોલ્ડ થઈ ગયા. મંજુલા ગુરૂજ 10 રન બનાવીને અણનમ પરત ફર્યા. 
 
ભારતીય બોલરોમાં અશ્વિને ચાર, રવિન્દ્ર જાડેજા અને ઉમેશ યાદવે બે-બે જ્યારે કે ભુવનેશ્વર કુમાર અને મોહિત શર્માએ એક એક વિકેટ લીધી. 
 
આ પહેલા યુએઈએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો  
 
ભારતે આ મેચમાં એક પરિવર્તન કર્યુ છે. ઘાયલ મોહમ્મદ શમીના સ્થાન પર ભુવનેશ્વર કુમારને અંતિમ એકાદશમાં તક આપવામાં આવી છે. 
 
ભારત પોતાના ગ્રુપમાં હાલ ટોચ પર છે. તેણે પ્રથમ મેચમાં પાકિસ્તાનને અને પછી બીજી મેચમાં દ. આફ્રિકાને હરાવી છે. બીજી બાજુ પોતાનો બીજો વિશ્વ કપ રમી રહેલ યુએઈ પોતાના શરૂઆતી બંને મેચ ઝિમ્બાબ્વે અને આયરલેંડ વિરુદ્ધ ગુમાવી બેસ્યુ છે. 
 
ટીમ 
ભારત : શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, સુરેશ રૈના, મહેન્દ્ર સિંહ ધોની (કપ્તાન), રવિન્દ્ર જડેજા, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, અંબાતી રાયડુ, અક્ષર પટેલ, મોહિત શર્મા, ઉમેશ યાદવ. 
 
યુએઈ : અમજદ અલી, એંદ્રી બેરેંગર, કૃષ્ણ ચદ્રન, ખુર્રમ ખાન, સ્વપ્નિલ પાટિલ(વિકેટ કીપર), શૈમાન અનવર, રોહન મુસ્તફા, મોહમ્મદ નવીદ, અમજદ જાવેદ, મોહમ્મદ તૌકીર (કપ્તાન), નાસિર અજીજ, કમરાન શહજાદ. 

વેબદુનિયા પર વાંચો