સોમવારે મોહાલીમાં રમાયેલ કિંગ્સ ઈલેવન પંજાબ અને સનરાઈઝર્સ હૈદરાબાદના મેચ દરમિયાન એક પ્રશંસકે પ્રીતિ ઝિંટાને અનોખી રીતે લગ્ન માટે પ્રપોઝ કર્યુ. પ્રશંસકના આ પ્રપોઝથી પ્રીતિ ઝિંટા શરમાઈ ગઈ. ઉલ્લેખનીય છે કે જ્યારે મેચ દરમિયાન પ્રીતિ મેદાનમાં ચક્કર લગાવી રહી હતી તો આ દરમિયાન એક પ્રશંસકે એક બૈનર પ્રીતિની આગળ લહેરાવી દીધુ. પ્રશંસકે જે બેનર આગળ કર્યુ હતુ તેના પર પ્રીતિનો ફોટો હતો અને લખ્યુ હતુ પ્રીતિ વિલ યૂ મૈરી મી.
પ્રીતિ પહેલી નજરે તો આશ્ચર્યમાં પડી ગઈ પણ પછી તે શરમાઈને હસી પડી. કિંગ્સ ઈલેવન પંજાબની માલકિન પ્રીતિ ઝિંટા મોહાલીમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને સનરાઈઝર્સ હૈદરાબાદની થઈ રહેલી મેચ દરમિયાન સોમવારે મોહાલીમાં હતી. કિંગ્સ ઈલેવન પંજાબ ભલે સનરાઈઝર્સ હૈદરાબાદથી હારી ગઈ પણ પ્રીતિએ હંમેશાની જેમ દર્શકોને કિંગ્સ ઈલેવન પંજાબની ટી-શર્ટ આપવી નથી ભૂલતી. જો કે આ દરમિયાન પ્રીતિ કોઈવાતને લઈને ગુસ્સે પણ થઈ હતી.