નવા વિવાદમાં ફંસાઈ ચેન્નઈ સુપરકિંગ્સ

શુક્રવાર, 24 એપ્રિલ 2015 (12:00 IST)
બે વાર ઈંડિયન પ્રીમિયર લીગનો ખિતાબ પોતાના નામે કરી ચુકેલ ચેન્નઈ સુપરકિંગ્સે પોતાની ટીમની કિમંત પાંચ લાખ રૂપિયા જાહેર કરી નવા વિવાદને જન્મ આપી દીધો છે. 
 
ટીમ ઈંડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની સહિત સુરેશ રૈના, રવિન્દ્ર જડેજા, બ્રેંડન મૈકલમ અને માઈકલ હસી જેવા સ્ટાર ખેલાડીઓથી સજેલી આઈપીએલની ફ્રેંચાઈજી ટીમ ચેન્નઈએ પોતાની કિમંત પાંચ લાખ રૂપિયા જાહેર કરી છે. ટીમે આ ચોખવટ સોમવારે આઈપીએલની નવી રચાયેલી નિયંત્રક સમિતિ સમક્ષ કરી. આ સમિતિમાં સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ વિશેષ અતિથિના રૂપમાં સમાયેલ હતા. જેમણે આ કિમંત પર મુખ્ય રૂપે પ્રશ્ન ઉઠાવ્યો. 
 
નિયમ મુજબ આઈપીએલની બધી ફ્રેંચાઈજી ટીમો બીસીસીઆઈને પોતાની જાહેર કુલ કિમંતના પાંચ ટકા આપે છે.  આ આધાર પર ચેન્નઈએ 25 હજાર રૂપિયા આપવા જોઈએ પણ ગયા વર્ષે ટીમે બીસીસીઆઈને 40 કરોડ રૂપિયાની રકમ સોંપી હતી.  જેના પર જૂની સમિતિએ કોઈ પણ પ્રશ્ન નહોતો ઉઠાવ્યો. 
 
જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે ટીમના માલિક અને બીસીસીઆઈના પૂર્વ પ્રમુખ એન.શ્રીનિવાસનના હિતોના ટક્કરનો હવાલો આપતા બંનેમાંથી કોઈ એકને પસંદ કરવાનો આદેશ આપ્યો હતો. જ્યાર પછી ફેબ્રુઆરીમાં શ્રીનિવાસ્ને ઈંડિયા સીમેંટના સીએસકેને પોતાની કોઈ કંપનીને વેચી દીધી હતી. 

વેબદુનિયા પર વાંચો