'કેપ્ટન કુલ'ને જોરદાર ઝટકો, ગાંગુલીનું વિરાટ કોહલીને સમર્થન

બુધવાર, 11 મે 2016 (12:38 IST)
આઈપીએલના નવમાં સત્રમાં પુણે સુપરજાઈંટ્સના ફ્લોપ શો પછી ભારતીય ખેલાડી અને કપ્તાન એમએસ ધોનીના નેતૃત્વ પર સવાલ ઉઠવા લાગ્યા છે. પહેલા પણ તેમની કપ્તાનીને લઈને અનેક ખેલ વિશેષજ્ઞ સવાલ ઉઠાવી ચુક્યા છે. પણ ક્યારે ધોનીનો બચાવ કરનારી ટીમ ઈંડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી સૌરવ ગાંગુલી પણ હવે આ વિરોધમાં સામેલ થયા છે. 
 
કપ્તાની છોડે ધોની 
 
આઈપીએલના નવમાં સત્રમાં ધોનીના નેતૃત્વમાં પુણે સુપરજાઈંટ્સ તરફથી કરવામાં આવેલ ફિસડ્ડી પ્રદર્શાન પછી પૂર્વ ભારતીય કપ્તાન સૌરવ ગાંગુલીએ કહ્યુ કે વિશ્વની દરેક ટીમ ભવિષ્યને લઈને તૈયારી કરે છે. ટીમ ઈંડિયાના પસંદગીકારોને આ સવાલ આગામી ત્રણ ચાર વર્ષને જોતા કર્યો છે. શુ તેઓ વિચારે છે કે ધોનીમાં ત્યા સુધી કપ્તાની કરવાની ક્ષમતા રહેશે. આ મને સમજાતુ નથી ? તેમણે એ પણ કહ્યુ કે જો ધોની 2019 સુધી કપ્તાન બન્યા રહેશે તો આ તેમને માટે ખૂબ આશ્ચર્યજનક વાત રહેશે. 
 
વિરાટ કોહલી બને કપ્તાન 
 
પૂર્વ ભારતીય કપ્તાન સૌરવ ગાંગુલીએ કહ્યુ કે છેલ્લા નવ વર્ષમાં ધોનીએ કપ્તાની જવાબદારીને ખૂબ સારી રીતે નિભાવી છે.  પણ વિરાટ કોહલી દિન પ્રતિદિન શ્રેષ્ઠ બનતા જઈ રહ્યા છે.  સતત પ્રદર્શનના મામલે તેઓ પણ દુનિયાભરના ખેલાડીઓમાં શ્રેષ્ઠ છે. મેદાન પર તેમનુ વલણ જોરદાર હોય છે. તેમનો ટેસ્ટ કપ્તાનીનો રેકોર્ડ પણ સારો છે. હવે પસંદગીકારોએ એ જોવાનુ છે કે શુ  તેઓ ધોનીને 2019 સુધી કપ્તાનના રૂપમાં યોગ્ય માને છે કે નહી.   જો તેઓ પણ નથી માનતા તો તેમને નવા કપ્તાનની તરફ જવુ જોઈએ.  

વેબદુનિયા પર વાંચો