કરિયાણાની ચીજો અથવા દવાઓના વધુ ભાવ લેવાતા હોય તો સહાય માટે સીઈઆરસીને ટેલિફોન કરો

બુધવાર, 1 એપ્રિલ 2020 (15:50 IST)
: અમદાવાદની  ગ્રાહક અધિકાર અને સુરક્ષા સંસ્થા, કન્ઝયુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર (સીઈઆરસી) એ નાગરિકોને અનુરોધ કર્યો છે કે જો તેમની પાસેથી  વધુ ભાવ વસૂલવામાં  આવતા હોય તો તેમનો સંપર્ક કરો.
 
સીઈઆરસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે “ અમને એવી ફરિયાદો મળી રહી છે કે હાલમાં ચાલી રહેલી લોકડાઉનની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી  કરિયાણા અને દવાઓની દુકાનો  ગ્રાહકો પાસેથી ઉંચો ભાવ વસૂલ કરી રહી છે. લોકડાઉન દરમ્યાન પણ  ગ્રાહકોએ પૂછપરછ કરવા માટે તથા  ફરિયાદ કરવા માટે અમારો ટોલ ફ્રી નંબર 1800 233 0222 ચાલુ છે.  અમે નાગરિકોને અનુરોધ કરીએ છીએ કે જો તેમની પાસેથી  કરિયાણાની ચીજો અથવા  તો દવાઓના ઉંચા ભાવ વસૂલાયા  હોય તેવી કોઈ ઘટના બને તો અમારો સંપર્ક કરો. ”

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર