જો તમે કોરોના રસી લીધા પછી દારૂ પીધી તો વેક્સીન થઈ જશે બેઅસર

શુક્રવાર, 11 ડિસેમ્બર 2020 (20:53 IST)
કોરોના રસીને બેઅસર કર્યા પછી આલ્કોહોલ પીવાની આદત રસીને બેઅસર કરી શકે છે. તેથી, રસીકરણ પછી બે મહિના માટે દારૂ ટાળવો જોઈએ. આ સાંભળવુ થોડુ  વિચિત્ર છે, પરંતુ આ સલાહ રશિયાના ઉપપ્રધાનમંત્રી તતિયાના ગોલીકોવા દ્વારા રજુ કરવામાં આવી છે, જ્યાં લોકોને હાલ સ્પૂતનિક-V  રસી આપવી શરૂ  કરવામાં આવી છે. આ રસીને અસરદાર બનાવવા માટે 42 દિવસ સુધી લોકોએ વધારાની સાવચેતી રાખવી પડશે.વેક્સીન લીધા બાદ લોકોએ ભીડભાડવાળા સ્થાનથી દૂર રહેવુ, દારૂ પીવાનું અને કેટલાક પ્રકારની દવાઓ લેવાનું ટાળવું પડશે. આ સિવાય લોકોએ માસ્ક પહેરવું અને સેનિટાઈઝેશનનું ધ્યાન પણ રાખવું પડશે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર રશિયા વિશ્વનો ચોથા ક્રમનો દેશ છે જ્યાં સૌથી વધુ દારુ પીવાય છે. રશિયન લોકો વર્ષ દરમિયાન 15.1 લીટર દારુનું સેવન કરે છે. તેવામાં કોરોનાની રસી લીધા બાદ દારુનું સેવન બંધ કરવાની સલાહ આપવામાં આવી છે.
 
રશિયન હેલ્થ ઓથોરિટીઝના જણાવ્યાનુસાર ગત સપ્તાહમાં મોસ્કોમાં રસીકરણ શરુ થઈ ચુક્યું છે અને અત્યાર સુધીમાં 1,00,000 લાખ લોકોને રસી અપાઈ ચુકી છે. સ્પુતનિક વી રસી 90 ટકા અસરકારક છે, જો કે તેમ છતાં ચર્ચા એવી પણ છે કે રાષ્ટ્રપતિ પુતિનએ આ રસી લેવાનો ઈન્કાર કર્યો છે. 
 
દેશ        દારૂની ખપત 
 
ભારત          4.3
ફ્રાંસ           12.2
ઓસ્ટ્રેલિયા    12.2
આયર્લેન્ડ     11.9
જર્મની        11.8
બ્રિટન         11.6
કેનેડા         10.2
અમેરિકા       9.2
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર