દેશમાં કમ્પલીટ લોકડાઉનની માંગ - કોવિડ ટાસ્ક ફોર્સે કહ્યુ - સંક્રમણની ચેન તોડવા માટે 15 દિવસ લોકડાઉન જરૂરી, સરકાર આજે લેશે નિર્ણય

સોમવાર, 3 મે 2021 (11:08 IST)
છેલ્લા 24 કલાકમાં દેશમાં સાડા ત્રણ લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આ આંકડો લગભગ 50 દેશોમાં એક દિવસમાં મળેલા કેસ કરતા પણ વધારે છે. કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોએ બીજી તરંગમાં ઝડપી સંક્રમણની સાંકળ તોડવા સંપૂર્ણ લોકડાઉન કરવાની હાકલ કરી છે. આ સભ્યોમાં એઈમ્સ અને ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) નો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર સોમવારે આ અંગે નિર્ણય લઈ શકે છે.
 
સૂત્રોના જણાવ્યા મુજબ બંને મેંબર્સ એક અઠવાડિયાથી માંગ કરી રહ્યા છે. ICMRનો તર્ક છે કે કોરોનાની બીજી લહેરનુ પીક આવવુ બાકી છે.  સંસ્થાનુ કહેવુ છે કે આ સ્થિતિઓમાં સંક્રમણની ચેન તોડવા માટે બે અઠવાડિયાનુ પૂર્ણ લોકડાઉન જરૂરી છે. 
 
કેન્દ્ર લગાવી શકે છે આંશિક લોકડાઉન 
 
કેન્દ્રએ ICMR અને એમ્સના વિચાર પર કોઈ નિર્ણય નહી લેવામાં આવ્યુ છે. સૂત્ર બતાવે છે કે 3 મે પછી કેન્દ્ર તેના પર નિર્ણય લઈ શકે છે. એવુ કહેવાય રહ્યુ છે કે પૂર્ણ લોકડાઉન નહી તો આંશિક લોકડાઉનની જાહેરાત સરકારની તરફથી કરી શકાય છે. 
 
એક્સપર્ટે કહ્યુ - મે મહિનામાં ખતમ થઈ શકે છે બીજી લહેર, પણ કેટલાક નિયમ માનવા પડશે 
 
અશોક યુનિવર્સિટીના ત્રિવેદી સ્કૂલ ઓફ બાયોસાયંસેજના ડિરેક્ટર અને વાઇરોલોજિસ્ટ ડો. શાહિદ જમીલે એક મીડિયામાં જણાવ્યુ હતું કે મે મહિનાના બીજા અઠવાડિયામાં કોરોનાની બીજી લહેર ટોચ પર પહોચે શકે છે.  હમણાં આપણે કહી શકતા નથી કે કેટલા કેસ સામે આવશે. આ આંકડો 5-6 લાખ કેસ રોજના પણ હોઈ શકે છે.  આ આંકડો લોકોના કોવિડને લઈને રાખવામાં આવતી સાવધાની અને તેમના વ્યવ્હાર પર નિર્ભર કરશે. જો લોકો કોવિડ ગાઈડલાઈનનુ પઆલન કરશે તો કદાચ મે ના અંત સુધી આપણે બીજી લહેરથી બહાર આવી શકીએ છીએ.  પણ જો લોકો આ રીતે નિયમ તોડતા રહેશે તો આ લહેર ખૂબ લાંબી ખેચાય શકે છે. 
 
આ રાજ્યોએ લીધો લોકડાઉન લગાવવાનો નિર્ણય 
 
હાલ દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઓડિશામાં સંપૂર્ણ લોકડાઉન છે. મહારાષ્ટ્ર અને પંજાબમાં મિની લોકડાઉન લાગૂ કરવામાં આવ્યુ છે. યુપીમાં વીકેંડ લોકડાઉન કરવામાં આવી રહ્યુ છે. મઘ્યપ્રદેશમાં પણ 7 મે સુધી જનતા કરફ્યુ લગાવવામં આવ્યુ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર