રાજ્યમાં કોરોનાએ હવે ગંભીર સ્વરૂપધારણ કર્યું છે. અત્યાર સુધીમાં કોરોનાના 2624 દર્દી નોંધાઈ ચૂક્યા છે અને 112 દર્દીના મોત થઈ ગયા છે. કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ અપડેટ આપતા કહ્યું કે, રાજ્યમાં કોરોના અંગેના ટેસ્ટ પૂર્વે પ્રારંભિક લક્ષણો ધરાવતા વ્યક્તિઓને ત્વરાએ શોધી શકાય તે માટે રેપિડ એન્ટી બોડી ટેસ્ટ કીટનો પણ વ્યાપક ઉપયોગ કરી રાજ્યના 30 જેટલા જિલ્લામાં આવા સર્વેલન્સ ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. આવી 24 હજાર કીટ ભારત સરકાર તરફથી ગુજરાતને આપવામાં આવી છે. જયંતિ રવિએ વધુમાં ઉમેર્યું કે રાજ્યમાં ટેસ્ટ માટે 15 સરકારી અને 4 ખાનગી મળીને 19 લેબોરેટરી દરરોજ કુલ 3000 ટેસ્ટની ક્ષમતા સાથે કાર્યરત છે. આ લેબોરેટરીમાં કરવામાં આવતા ટેસ્ટના રિપોર્ટ એક જ દિવસમાં આવી જાય તેવી ક્ષમતાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR) દ્વારા વધુ 1 લેબ ગાંધીનગર સરકારી મેડિકલ કોલેજ ખાતે શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આરોગ્ય અગ્ર સચિવે આગળ કહ્યું કે, રાજ્યમાં કોરોનાના ટેસ્ટિંગમાં સતત વધારો કર્યો છે. મહિનાની શરૂઆતમાં દરરોજ 100 ટેસ્ટ કરતા હતા. 5 એપ્રિલ સુધીમાં 429 સુધી લઈ ગયા અને 10મી એપ્રિલથી 1519 સુધી પહોંચ્યા અને 16મી એપ્રિલે 1706 જેટલા ટેસ્ટ કર્યા, 18 એપ્રિલે 2664 જેટલા ટેસ્ટ કર્યા અને 19મીએ 3002 ટેસ્ટ કર્યાં. 23 એપ્રિલ સુધીમાં રોજના 2963 ટેસ્ટ કરવામાં આવ્યા છે. પરંતુ પંચમહાલથી લઈ દાહોદ, બનાસકાંઠા અને પાટણથી ટેસ્ટ થઈને આવવા લાગ્યા હતા. રાજ્યના બધા જિલ્લામાંથી 100-100 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવતા એક જ દિવસમાં 4212 ટેસ્ટ કરવામાં આવ્યા