દેશના ઓછામાં ઓછા 12 રાજ્યોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ગયા અઠવાડિયે સુધી, વધતા કેસવાળા રાજ્યોની સંખ્યા માત્ર ત્રણ હતી. કોવિડની બગડતી સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રવિવારે પૂરા થયેલા સપ્તાહમાં કેસની સંખ્યા ગયા અઠવાડિયાની સરખામણીમાં લગભગ બમણી થઈ ગઈ છે. 18-24 એપ્રિલની વચ્ચે ભારતમાં 15,700 કોરોના કેસ નોંધાયા હતા. ગયા અઠવાડિયામાં 8,050 કેસ હતા, જેનો અર્થ છે કે આ અઠવાડિયે 95% કેસ વધ્યા છે. સૌથી વધુ કેસ દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી આવ્યા છે. સતત 11 અઠવાડિયા સુધી ઘટ્યા બાદ છેલ્લા બે અઠવાડિયાથી કેસ વધી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 27 એપ્રિલે કોરોનાની ચિંતાજનક સ્થિતિ પર ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. બીજી તરફ ચીનના શાંઘાઈમાં એક જ દિવસમાં રેકોર્ડ 39 લોકોના મોત થયા છે. ત્યાં કોવિડ પ્રભાવિત વિસ્તારોની નાકાબંધી કરવામાં આવી છે.
ગયા અઠવાડિયે 3 રાજ્ય હતા, હવે 12 માં વધ્યો કોરોના